Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વડાપ્રધાન દ્વારા વિશ્વના સૌપ્રથમ યુરિયા પ્લાન્ટનું ઉદ્ઘાટન

 સાવરકુંડલા :   વિશ્વ ની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કો ના ચેરમેન શ્રી દિલીભાઈ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ વિશ્વના સૌપ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ - કલોલ નું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવામાં આવેલ જેનું લાઈવ પ્રસારણ ર્ીષ્ટૃણૂ રાજુલા  ખાતે બતાવવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમ માં રાજુલા તાલુકા ની જુદી જુદી સહકારી મંડળીઓ માંથી સહકારી આગેવાનો અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની શાખાઓના  કર્મચારીઓ અને રાજુલા માર્કેટ યાર્ડનો સહકાર મળેલ છે.(તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી : સાવરકુંડલા)

(1:38 pm IST)