Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

મોરબીમાં સગીરાનો પીછો કરી છેડતી : અબ્‍દુલ કટીયા સામે ફરીયાદ

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૦  : મોરબીના શહેરી વિસ્‍તારમાં સગીરનો અવારનવાર પીછો કરી ઘરે એકલી હોય જેનો લાભ લઈને એક સખ્‍સે અડપલા કર્યા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

મળતી માહિતી મુજબ મોરબીના શહેરી વિસ્‍તારમાં રહેતી સગીરાનો અવારનવાર મોરબીના રણછોડનગર નજીક રહેતો અબ્‍દુલ હનીફભાઈ કટીયાએ પીછો કરી બીભત્‍સ ઇશારા કરતો હોય અને ગત તા.૨૯ ના રોજ સગીરા પોતાના ઘરે એકલી હોય જેનો લાભ લઈને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ ભોગબનનાર સગીરા એ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે સગીરાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(1:38 pm IST)