Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વાદળા-પવન યથાવતઃ પવનનુ જોર વધતા ગિરનાર રોપ-વે થોડીવાર બંધ રહ્યા બાદ પુનઃ ચાલુ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાનનો માહોલઃ બફારો યથાવત

રાજકોટ તા. ૩૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળા અને પવન યથાવત છે અને પવનનુ જોર વધતા ગિરનાર રોપ-વે આજે બંધ કરી દેવાયો છ.ે

ચોમાસાએ રવિવારે કેરળમાં દસ્તક આપી દીધા છે. સામાન્ય રીતે ૧જુનથી કેરળમાં ચોમાસુ બેસતું હોય છેત્યારે આ વખતે પ્રમાણમાં ત્રણ દિવસ વહેલું ચોમાસુ બેસી જતા ભારતના અન્ય ભોગોમાં પણ ચોમાસાનો ક્રમ થોડો વહેલો રહેશે તેવી અટકળો વહેતી થઇ છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વખતે મોસમનો ક્રમ બદલ્યો હોય તેમ આંદામાન-નિકોબારમાં ચોમાસું ૧૬ મે આસપાસ પહોંચી ગયું હતું, તે વખતે જ ચક્રાવતને કારણે ઝડપથી આગળ વધશે તેવી શકયતા વ્યકત થઇ રહી હતી. રાજકોટમાં તાપમાનનો પારો ઘટી ૩૯ ડિગ્રી સેેલ્સિયસે પહોંચી ગયો હતો. દરમિયાન દક્ષિણ-પશ્ચિમી પવનની અસરે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી શકયતા જોવાઇ રહી છે.

ગુજરાતમાં અમદાવાદ ખાતે મહત્તમ સૌથી વધુ ૪ર ડિગ્રી સેલ્સિયસ, દરમિયાન રાજકોટમાં ૩૯.૪ જુનાગઢમાં ૩૭.૮, અમરેલીમાં ૩૮, પોરબંદર ૩૪, વેરાવળમાં ૩૪, દીવમાં ૩૩, સુરેન્દ્રનગરમાં ૪૧, મહુવામાં ૩પ, કેશોદમાં ૩પ, કંડલામાં ૩૬.પ, નલિયા ૩૪.૩, ડિગ્રી સેસ્લિયસ તાપમાન નોંધાયું હતું હવામાન શુષ્ક રહ્યું હતું. રાજકોટમાં હવામાં ભેજનું પ્રમાણ સવારે ૭૧ ટકા સાંજે ૩૬ ટકા નોંધાયું હતું. પવનની ગતિમાં પ્રતિ કિ.મી.ર૦ની ઝડપ નોંધાઇ હતી.

જુનાગઢ

જુનાગઢ : પવનને કારણે આજે પણ ગિરનાર રોપ-વે બંધ રહેતા પ્રવાસીઓ પરેશાન થઇ ગયા હતા.

ઉષા બ્રેકો કંપનીના રિ-પોસ્ટલ હેડ દિપક કપલીએ અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે, આજે પણ ગિરનાર ઉપર ૬પ થી૭૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતો હોય પ્રવાસીઓની સલામતીને ધ્યાને રાખી રોપ-વે સેવા બંધ રાખવાની ફરજ પડી હતી. જો કે બપોરે સેવા ફરીથી ચાલુ કરાઇ છે. રવિવાર પછી આજે બીજા દિવસે બપોર સુધી રોપ-વે બંધ રહયાથી અસંખ્ય પ્રવાસીઓ ઉડાન ખટોલાની મોજ માણવાથી વંચિત રહ્યા હતા.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૬ મહત્તમ ર૮.૧ લઘુતમ ૭પ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:37 pm IST)