Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ઉપલેટા પટેલ સેવા સમાજ દ્વારા રાહતદરે ચોપડાનું વિતરણ

ઉપલેટાઃ પટેલ સેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા બાપુના બાવલા ચોકમાં રાવટી નાખી રાહતદરે ફુલ સ્‍કેપ ચોપડાનું વિતરણ કરાયું  હતું. જેનો શહેરના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ભાગ લીધો હતો. આ તકે  હરીભાઇ ઠુંમર(ભોલ), ગોપાલભાઇ ઝાલાવડીયા, છગનભાઇ સોજીત્રા, ડાયાલાલ ગજેરા, હરસુખભાઇ સોજીત્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. સફળ બનાવવા ટ્રસ્‍ટના યુવા પ્રમુખ ઉત્તમભાઇ ઠુંમરના માર્ગદર્શન હેઠળ યુવાનો એ જહેમત ઉઠાવી હતી.(અહેવાલઃ જગદીશ  રાઠોડ,તસ્‍વીરઃ ભોલુ રાઠોડ ઉપલેટા)

(1:34 pm IST)