Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પોરબંદરમાં કોળી જ્ઞાતિના તેજસ્‍વી છાત્રોનું સન્‍માન તથા અષાઢી બીજ ઉત્‍સવઃ તૈયારીઓ

પરબંદર, તા., ૩૦: ઝુરીબાગ સમસ્‍ત કોળી સમાજ દ્વારા આગામી તા.૧ જુલાઇ શુક્રવારના રોજ સાંજે ૪ કલાકે લક્ષ્મી નગરમાં પ્રાગાબાપા ભગતના આશ્રમ પાછળ સિંધી ભવન ખાતે સમસ્‍ત કોળી સમાજના તેજસ્‍વી છાત્રોનું સન્‍માન તથા સનાતન ધર્મના તારણ હારને દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્‍ણ પરમાત્‍માના અંશઅવતાર નકલંક તેજાધારી રામદેવજી મહારાજની ૧૯મો બીજોત્‍સવ ઉજવવાનું આયોજન થયું છે.

તાલુકા સમસ્‍ત કોળી સમાજ ઝુરીબાગ કોળી સેવા સમાજ યુવક મંડળના સંયુકત ઉપક્રમે સમાજમાં કુરીવાજો વ્‍યસનો અને અંધશ્રધ્‍ધાઓને તિલાંજલી આપવા અને કન્‍યા કેળવણીને પ્રાધાન્‍ય આપવાના ઉમદા હેતુસર તાજેતરમાં ઝુરીબાગ ખાતે પ્રમુખશ્રી વલ્લભભાઇ વસરામભાઇ બામણીયાના પ્રમુખસ્‍થાને મળેલી બેઠકમાં તા. ૧ જુલાઇને શુક્રવારના રોજ સાંજે તેજસ્‍વી તરલા તથા શ્રી રામદેવજી મહારાજનો ૧૯ મો બીજોત્‍સવ યોજવા નિર્ણય લેવાયો હતો.

 બેઠકમાં તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખશ્રી નારણભાઇ બામણીયા, ઝુરીબાગ કોળી સેવા સમાજના યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ સોલંકી સમાજ રત્‍ન ડો. ઇશ્વરલાલ ભરડા સમાજ અગ્રણી કીરીટભાઇ સોલંકી, રાજશીભાઇ બગીયા, કપીલભાઇ બામણીયા, શૈલેષભાઇ બામણીયા, હરીશભાઇ બામણીયા, ગિરીશભાઇ બામણીયા, શ્રી દેવજીભાઇ બામણીયા હરીશભાઇ સોલંકી સહીતના મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા.

ઝુરીબાગ કોળી સેવા સમાજ દ્વારા યોજાનારા સન્‍માન સમારંભમાં ૩પ૦ જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનો જોડાય તેવી નેમ વ્‍યકત કરાઇ છે. જેમાં ધો.૧૦,૧ર, સ્‍નાતક (ગ્રેજયુએટ) અનુ સ્‍નાતક કક્ષાએ ૬૦ ટકા કે તેથી ઉમર ગુણ મેળવનારા તેમજ સંગીત, કલા, સાહિત્‍ય, રમત-ગમત અને સેવાકીય ક્ષેત્રે વિશિષ્‍ટ સિધ્‍ધી મેળવનારનું સન્‍માન કરવામાં આવશે.

તેજસ્‍વી વિદ્યાર્થીઓને દાતા નારણભાઇ બામણીયાના પિતા સ્‍વ.શ્રી પૂંજાભાઇની સ્‍મૃતિમાં ચાંદીના મેડલ તથા પુર્વ કાઉન્‍સીલર અને સમાજ શ્રેષ્‍ઠી શ્રી નટુભાઇ બામણીયાના ધર્મપત્‍ની સ્‍વ.જયાબેન બામણીયાની સ્‍મૃતિમાં તેમના પુત્ર કાઉન્‍સીલર અને આકાશ કેબલના માલીક ભરતભાઇ બામણીયા તથા બામણીયા પરીવાર દ્વારા જનરલ નોલેજની બુક, રોકડ પુરસ્‍કાર, પ્રશસ્‍યપત્રથી મહાનુભાવો હસ્‍તે સન્‍માનીત કરાશે.

ધો.૧૦ -૧ર સ્‍નાનતક (ગ્રુજયુએટ) અનુસ્‍નાતક કક્ષાએ વર્ષ ૨૦૨૧-૨૨માં ૬૦ ટકા સાથે પાસ થયેલા અને જુદા જુદા ક્ષેત્રોમાં વિશિષ્‍ટ સિધ્‍ધી મેળવનાર સમસ્‍ત કોળી જ્ઞાતિના વિદ્યાર્થી ભાઇ બહેનોએ તા.૧પ જુન સુધીમાં પ્રમાણીત ઝેરોક્ષ નકલની પાછળ પોતાનું ઘરનુ ફોન સાથેનુ સરનામુ લખીને આ સરનામે મોકલવાનું રહેશે. મહેશભાઇ ભુવા (પાણી ટાંકા પાસે જુબેલી મો. ૭૪૦પ૪પ૦૪ર૭) રાજશીભાઇ બગીયા આંગણવાડી સામે નવા પાડા છાંયા મો. ૯૭રપ૯ પ૦૧૬૧) શ્રી રમેશભાઇ મોહનભાઇ સોલંકી (મહોન સ્‍ટુડીયો પારસ ડેરી સામે પોરબંદર મો. ૯૭રપ૯ પ૦૧૬૧) કિરીટભાઇ સોલંકી (આનંદ સાઇકલ ગેરેજ ઝુરીબાગ મો. ૯૭રપ૬ ર૪૪૬૬) શ્રી હરીશભાઇ બામણીયા (હરસિધ્‍ધી ટેઇલર ડીસકેબલ પાસે પેરેડાઇઝ વિસ્‍તાર પોરબંદર)ને મોકલી દેવા ઉપપ્રમુખ શ્રી કપીલભાઇ વલ્લભભાઇ બામણીયા તથા યુવક મંડળના પ્રમુખશ્રી ભરતભાઇ સોલંકી દ્વારા એક યાદીમાં અનુરોધ કરાયો છે.

(1:32 pm IST)