Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભવનાથ પોલીસ સ્‍ટેશનનું વર્ચ્‍યુઅલ લોકાર્પણ

જૂનાગઢ તા.૨૯-કેન્‍દ્રીય ગળહ અને સહકારીતા મંત્રીશ્રી અમીતભાઈ શાહ અને મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે ગરવા ગિરનારની તળેટીમાં સ્‍થિત ભવનાથમાં અધતન પોલીસ સ્‍ટેશનનું વર્ચ્‍યુઅલી લોકાર્પણ કર્યુ હતુ.સમગ્ર રાજ્‍યમાં પોલીસ માટે રહેણાંક અને   કચેરી સુવિધા માટે રૂ.૩૪૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ ભવનોના લોકાર્પણ સાથે રૂ. ૨૦૫ લાખના ખર્ચે નિર્મિત ભવનાથ પોલીશ સ્‍ટેશનનો  લોકાર્પણ સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે ભવનાથ ખાતે  યોજાએલ સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને ઉપસ્‍થિત પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઇ માલમે સેવા,સુરક્ષા અને સલામતીના મંત્ર સાથે કાર્યરત પોલીસ ની કામગીરીની સરાહના કરી જણાવ્‍યુ કે ભવનાથ પોલીસ સ્‍ટેશનના નિર્માણ થી અહિ આવતા પ્રવાસીઓની સુરક્ષામાં વધારો થશે.

આ પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા,જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર,શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનીતભાઇ શર્માએ આંતરીક સુરક્ષા અને કાયદો વ્‍યવસ્‍થા જાળવવા પોલીસની મહત્‍વની ભૂમિકાની  સરાહના કરી હતી.

જિલ્લા પોલીસ વડાશ્રી રવિ તેજા વાસમ શેટ્ટી એ સુરક્ષીત નાગરિક પ્રતિબધ્‍ધ પોલીસ ની ભૂમિકા સ્‍પષ્ટ કરી જણાવ્‍યુ કે ઝાંઝરડા રોડ પર લોકભાગીદારીથી નવુ એસઓજી પોલીસ સ્‍ટેશન બનશે.જૂનાગઢના વધતા વિસ્‍તાર ને ધ્‍યાને લઇ એક નવુ પોલીસ સ્‍ટેશન બનાવવાનુ આયોજન છે તેમજ આંબેડકર નગર ખાતે પોલીસ ચોકી નુ નિર્માણ પણ આયોજનમાં છે.

 રૂદ્રેશ્વર જાગીરના મહંતશ્રી ઇન્‍દ્રભારથી બાપુએ આશીર્વચન પાઠવ્‍યા હતા.

પોલીસ સ્‍ટેશન ના લોકાર્પણ અવસરે જૂનાગઢ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા,જૂનાગઢ રેન્‍જ ડિઆઇજી શ્રી મનિન્‍દરસિહ પવાર,નાયબ વન સંરક્ષક સુનીલ બેરવાલ, શ્રી શેરનાથ બાપુ, શ્રી મહેન્‍દ્રગીરી બાપુ,શ્રી મહાદેવગીરી બાપુ, પ્રદિપભાઇ ખીમાણી,ડેપ્‍યુટી મેયર ગીરીશ કોટેચા, ભવનાથ પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, જિલ્લા દુધ સંઘના ચેરમેન દિનેશભાઇ ખટારીયા, આધ્‍યશકિતબેન  મજમૂદાર સહીત સાધુ સંતો અધિકારીઓ પદાધિકારીઓ સમાજશ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.સ્‍વાગત પ્રવચન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.આર. રત્‍નુએ, આભારવિધિ નાયબ પોલીસ અધિક્ષક ગઢવીએ અને કાર્યક્રમનુ સંચાલન હારૂનભાઇ વિહળે કર્યુ હતુ.

(1:28 pm IST)