Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

બારડા ડુંગરમાં ગીરના જંગલમાંથી વધુ સિંહો મોકલાશે

બે દાયકા પહેલા બરડામાં સિંહોના પુનઃ વસવાટ બાદ હાલ ૧ર જેટલા સિંહોની સંખ્‍યા

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૦ : બરડા ડુંગરમાં વીસ વર્ષ પહેલા ગીરના જંગલમાંથી સિંહની નરમાદા જોડી મુકયા બાદ સિંહના પુનઃ વસવાટને સફળતા મળી હતી. બરડા ડુંગરમાં હજૂ સિંહો ગીરના જંગલમાંથી મોકલાશે અને બરડાના સાત વિરડા ડુંગરનેશ પાસે ભવિષ્‍યમાં સિંહ દર્શન વ્‍યવસ્‍થા શરૂ કરાય તેવી સંભાવના છે. બરડા ડુંગરના સાત વિરડા ડુંગર નેસ પાસે ચોમાસા બાદ અન્‍ય ઋતુઓમાં પાણીની પ્રવાહ ચાલુ રહે છે. જેના કારણે આ સ્‍થળે સિંહ દર્શન માટે વિચારણા ચાલી રહેલ છે.

બરડા ડુંગરમાં સિંહ વસાવવા માટેની પ્રક્રિયા ર૦૦રની સાલથી શરૂ થઇ હતી. ર૦૧૪માં યુવરાજ અને સરીતા તથા નાગરાજ અને પાર્વતી નામના બે સિંહ યુગલ પ્રાયોગિક ધોરણે લાવવામાં આવ્‍યા હતા. અને સિંહોના વસવાટને સફળતા મળતા તેમ હાલમાં ૧ર સિંહણ સિંગલ વસવાટ કરી રહ્યા છે ઉછરેલા ચાર સિંહ સિંહણને અત્‍યાર સુધીમાં શક્કરબાગ ઝૂ ખાતે મોકલવામાં આવ્‍યા છેે.

(1:26 pm IST)