Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભાયાવદરના શહિદ ખારચીયા ગામ નજીક જુથ અથડામણમાં ૯ ની ધરપકડ : ગામ બંધ મિશ્ર

હજુ ૧૦ શખ્‍સોની શોધખોળ : ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત

રાજકોટ, તા. ૩૦ :  ઉપલેટા નજીકના શહિદ ખારચિયા ગામ નજીક જુથ અથડામણમાં એક પક્ષે પ અને બીજા પક્ષે ૪ સહિત કુલ ૯ ની ધરપકડ કરવામાં આવી છે જયારે હજુ ૧૦ ની શોધખોળ હાથ ધરવામાં આવી છે તેમ પીએસઆઇ શ્રી ગોજીયાએ જણાવ્‍યું છે.

આજે શહિદ ખરચિયા ગામ બંધને મિશ્ર પ્રતિસાદ મળ્‍યો છે અને ગામ પ૦ ટકા ખુલ્લુ છે તો પ૦ ટકા વિસ્‍તારો બંધ છે.

ઉપલેટા

(કૃષ્‍ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા :  ફરિયાદી ૩૩ વર્ષીય યુસુફભાઈ કાસમભાઈ સુમરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેઓ સ્‍મશાન માટે ગામની નદી માંથી રેતી ભરવા માટે મકલભાઈ કાસમભાઈ આમરોણીય, અયાજભાઈ, જીતાભાઈ ગયેલ હતા. ત્‍યારે તેમને ગાળો ભાંડીને રેતી ભરવાની મનાઈ કરેલ હતી ત્‍યારે ફરિયાદીએ વેચવા માટે નહિ પણ હોવાનું જણાવતા બબાલ સર્જાઈ હતી

જેમાં તેમના પર પથ્‍થરના ઘા કરવામાં આવ્‍યા અને સાથે લાકડી તેમજ પાઈપ વડે હુમલો કરવામાં આવ્‍યો હોવાનું જણાવેલ હતું જેમાં તમને પણ સામે હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવેલ હતું ત્‍યારે આ બબાલમાં ફરિયાદ યુસુફભાઈ કાસમભાઈ સુમરાના જૂથના ત્રણ વ્‍યક્‍તિઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્‍યા હોવાનું જણાવેલ હતું જેમાં તેઓએ સમગ્ર બાબતે કરશનભાઈ ઉર્ફે બેરો હુંબલ, નવીનભા. આ સાથે સામા પક્ષે પણ પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં ફરિયાદી રાહુલભાઈ કરશનભાઈ હુંબલ નામના વ્‍યક્‍તિએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેઓ તેમજ અલ્‍પેશભાઈ મચાભાઈ વઘેડીયા, બાબુભાઈ રાજશીભાઈ હુંબલ સહીત પોતાની હોટલે હતા આ સાથે તેમના મોટાભાઈ નવીનભાઈ ઉર્ફે કાળુભાઈ કરશનભાઈ હુંબલ તેમજ હરેશભાઈ વાસણભાઈ લોખીલ પોતાની કેટા ગાડીમાં બેઠા હતા તે દરમિયાન એક ટ્રેક્‍ટર તેમજ એક ટ્રોલી આવેલ અને ટ્રેક્‍ટર માંથી હથિયારો સાથે ઉતરીને તારો ભાઈ નદી માંથી રેતી ભરવાની કેમ ના પડે છે તેમ કહીને હોટેલમાં તોડફોડ કરવા લાગ્‍યા હોવાનું ફરિયાદમાં જણાવ્‍યું હતું જેથી આ બનાવ બનતા ડર હોટલમાં રહેલ ત્રણ વ્‍યક્‍તિઓ ત્‍યાંથી નાસીને થોડે જતા રહ્યા હતા દૂર ત્‍યારે અમુક માણસો કારમાં બેસેલા વ્‍યક્‍તિઓ પાસે ગયેલ અને કારમાં લોખંડનું ધારિયું તથા લોખંડના પાઈપ મારવા લાગેલ હતા જેથી કારમાં સવાર વ્‍યક્‍તિઓ પણ તેમાંથી નાસી છૂટયા હતા જે બાદ આવેલ ટોળાએ ફરી હોટલના સામાનમાં સ્‍મશાન માટે રેતી ભરવા માટે આવેલી તોડફોડ કરી અને હોટલ બહાર પડેલ બે બુલેટ, બજાજ મોટરસાયકલ, બે હીરો સ્‍પ્‍લેન્‍ડર, હોન્‍ડા ગાડી તેમજ એક સ્‍વીફ્‌ટ કારમાં તોડફોડ કરીને જતા રહ્યા હોવાનું જણાવેલ છે

 જે બાદ ફરિયાદીએ સમગ્ર બાબતે ભાયાવદર પોલીસમાં બોદુ દોસમામદભાઈ સુમરા, લાખા દોસમામદભાઈ સુમરા, ફારૂક વલીમામદ સુમરા, કાળુ વલીમામદ સુમરા, સમીર હાજીભાઇ સુમરા, હજી આમદભાઈ સુમરા, હુશેન આમદભાઈ સુમરા, આરીફભાઈ ઈબ્રાહીમભાઈ સુમરા, દોસમામદ ગુલમામદ, રોનક દોસમામદ, ભીખુ કાળો, મુન્નો હુંબલ, પ્રદીપ હુંબલ,ઉર્ફે ભોલો ખમીશાભાઈ તથા

રબારીકા અને મોટી પાનેલી ગામના બીજા અજાણ્‍યા દસ-પંદર વ્‍યક્‍તિઓ સામે ભાયાવદર પોલીદ મથકમાં ફરિયાદ દાખલ કરી છે જેમાં ભાયાવદર પોલીસે ઈ.પી.કો. કલમ ૧૪૩,૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૨૯૪ (ખ), તથા જી.પી. એક્‍ટ ૧૩૫ મુજબ જયદેવભાઈ હુંબલ, કુલ્‍દીભાઈ બાબુભાઈ હુંબલ, સુલેમાનભાઈ આમદભાઈ, હરેશભાઈ વહાણભાઈ હુંબલ સહીત કુલ આઠ વ્‍યક્‍તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જેમાં પોલીસે ઈ.પી.કો. કલમ ૩૨૪, ૩૩, ૯૨૩૫૦૪૧૪૩૧૪૭૧૪૮૧૪૯ તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ ગુન્‍હો દાખલ કર્યો છે. મુજબ ફરિયાદ દાખલ કરી છે.

આ સાથે ખારચિયા રહેતા ૩૫ વર્ષીય જાયદાબેન સુલેમાનભાઈ મધુપૌત્રાએ પણ ખારચિયા ગામના ચાર વ્‍યક્‍તિઓ સામે ભાયાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્‍યું છે કે તેમનો ઘરવાળો મુરલીધર હોટલ વાળાનો મિત્ર છે જેમાં ફરિયાદી બહેન રાત્રે પોતાના ઘરે હતા તે દરમિયાન રાત્રે દોઢ વાગ્‍યે કોઈએ તેમની ડેલી ખખડાવેલ હતી જેથી તેમનો પુત્ર ડેલી ખોલવા ગયેલ હતો ત્‍યારે બહાર માણસો પાઈપ, લાકડીઓ લઈને ઉભા હતા અને તેઓએ ડેલી ખોલવા આવેલ ફરિયાદીના પુત્રને બહાર ખેંચીને ગાળો ભાડેલ હતી. આ સાથે આવેલ વ્‍યક્‍તિઓ દ્વારા ફરિયાદીને એવું જણાવેલ કે તમારો ઘરવાળો સુલેમાન મુરલીધર હોટલ વાળા સાથે છે જેથી તમે સવારમાં આ મકાન ખાલી કરી નાખશે નહીતર જાનથી મારી નાખવા પડશે તેવી ધમકી આપી હોવાનું ફરિયાદીએ પોલીસ ફરિયાદમાં જણાવ્‍યું છે

ત્‍યારે આ બાબતે બોદુ દોસમામદભાઈ સુમરા, દેસુભાઈ ગુલમામદભાઈ મથુપૌત્રા, હાજી આમદભાઈ સુમરા, આરીફ ઈબ્રાહીમભાઈ સુમરા નામના વ્‍યક્‍તિઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે

ત્‍યારે ભાયાવદર પોલીસે ઈ.પી.કો. કલમ ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪, તથા જી.પી. એક્‍ટ કલમ ૧૩૫ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.રુ ઉપલેટાના ખારચિયા ગામે થયેલ બબાલ બાદ ભાયાવદર પોલીસે સમગ્ર બાબતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી થઈને થયેલ બબાલમાં જેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમની અટકાયત કરવા માટે અને વધુ કોઈ બબાલ ના સર્જાય તે માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:25 pm IST)