Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વિસાવદરમાં હત્‍યારો પતિ બે દિવસના રિમાન્‍ડ પર

હત્‍યાના રિકન્‍સ્‍ટ્રકશન અંગે તજવીજ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : વિસાવદરમાં પત્‍નીનો હત્‍યારો પતિને પોલીસે બે દિવસના રીમાન્‍ડ ઉપર મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વિસાવદરનાં પ્રેમપરાનો જીવરાજ જગાભાઇ માથાસુરીયાએ અન્‍ય મહિલા સાથે સંબંધના કારણે પત્‍ની લક્ષ્મીબેનની બે માસ અગાઉ હત્‍યા કરી લાશ દાટી દીધી હતી.

જેમાં તપાસનીસ પીઆઇ નિરવ શાહે જીવરાજની ધરપકડ કરી તેને વધુ તપાસ પુછપરછ માટે બે દિવસના રીમાન્‍ડ ઉપર મેળવેલ છે.

આ શખ્‍સે તેની પત્‍નીની હત્‍યા કઇ રીતે કરી તે અંગે પોલીસે રિકન્‍ટ્રસ્‍કશન કરાવી તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ મૃતક મહિલાની એક પુત્રી ગુમ હોય અને તેનો પતો લાગ્‍યો ન હોય પીઆઇ શ્રી શાહે દિકરીની ભાળ મેળવવા અને લક્ષ્મીબેનની હત્‍યામાં અન્‍ય કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે જીવરાજની પુછપરછ હાથ ધરી છે.

(1:25 pm IST)