Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પોરબંદરમાં સલામતી અંગે માર્ગદર્શન

પોરબંદર : પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ શહેરના ડીવાયએસપી શ્રી આર.એન.રાઠવા તથા કમલાબાગ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ પો. ઇન્‍સ. એચ.બી.ધાધલ્‍યાના માર્ગદર્શન હેઠળ રાત્રી સમયે મહિલાઓ એકઠી થતી હોય તેવી કમલાબાગ પોલીસ સ્‍ટેશનમાં આવેલ જગ્‍યાઓમાં જેમાં ચોપાટી, કમલા નહેરૂબાગ, રીવરફ્રન્‍ટ તથા ખાણા પીણીની વિગેરે જગ્‍યાઓએ કમલાબાગ પોલીસ સ્‍ટેશનની સી. ટીમ દ્વારા પેટ્રોલીગ કરી મહિલાઓ તથા બાળાઓને રાત્રીના સમયે એકલા હોય ત્‍યારે રક્ષણ કેવી રીતે મેળવી શકાય તે અંગે તથા વર્તમાન સમયમાં ઇન્‍ટરનેટ  વિગેરે માધ્‍યમોથી સાઇબર ક્રાઇમના વધતા જતા ગુન્‍હાઓ અંગે માહિતી આપી જાગૃત કરી સાપ્રંત સમયમાં સાવચેતી એ જ સલામતી છે તેવું માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ હતુ. તેમજ રીવર ફ્રન્‍ટ ખાતે વુમન પોલીસ કોન્‍સ્‍ટેબલ સોનાબેનને સીવીલ ડ્રેસમાં બાઇક સાથે એકલા ઉભા રાખી કોઇ રોમીયો છેડતી કરે છે કે કેમ તે અંગે ડેકોયટ ગોઠવવામાં આવેલ હતી. વુમન પોલીસ કોન્‍સ્‍ટેબલ સોનાબેન રાણાભાઇ તથા હીનાબેન હરદાસભાઇ તથા વિજયાબેન હમીરભાઇ તથા કિરણબેન ભુપતભાઇ તથા નિમુબેન અરજનભાઇ તથા જીગ્નાશાબેન ખંજનકુમાર તથા રીતુબેન દ્વારા સલામતી અંગે માર્ગદર્શન અપાયુ હતુ. તે તસ્‍વીર.

(1:24 pm IST)