Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

વિસાવદરના ભલગામના યુવકના ઓપરેશન માટે હર્ષદભાઇ રિબડીયા સહિત પાંચ ધારાસભ્‍યોની મુખ્‍યમંત્રી પાસે ધા

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૩૦: વિસાવદર તાલુકાના ભલગામના એક યુવક વિજયને ભયંકર બીમારીથી બચાવવા ધારાસભ્‍ય હર્ષદભાઇ રીબડીયા સહિત પાંચ ધારાસભ્‍યો દ્વારા મુખ્‍યમંત્રીને રજુઆત કરાઈ છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે,વિસાવદર તાલુકાના ભલગામ ના રહેવાસી વિજય જેન્‍તીભાઇ વઘાસીયા નામનો આશાસ્‍પદ યુવક સિકલ સેલ એનિમિયાના ભયંકર રોગથી પીડાય છે ને તેને બોનમેરો ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરવાનું છે ને તેમાં ૩૦ થી ૩૫ લાખનો ખર્ચ થતો હોવાથી ધારાસભ્‍ય હર્ષદભાઈ રીબડીયા ને જાણ થતા આજ રોજ મુખ્‍ય મંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ને રૂબરૂ રજુવાત કરવા હર્ષદભાઈ રીબડીયા સહિત પાંચ ધારાસભ્‍યો બાબુભાઇ વાજા. માંગરોળ,લલિતભાઈ વસોયા.ધોરાજી, કિરીટભાઈ પટેલ.પાટણ કનુભાઈ બારૈયા.તળાજાને નટુભાઈ પોંકીયા. જયદીપ શીલુ સહીતના લોકો દ્વારા સાથે મળી ગરીબ ખેત મજૂરી કામ કરતા દીકરા વિજય ને આવા ભયકંર રોગમાંથી બચાવવા મુખ્‍ય મંત્રી રાહત ફંડ માંથી આ રોગની સારવાર થાય તે માટે તાત્‍કાલિક રૂબરૂ મુખ્‍યમંત્રીને રજુઆત કરેલ છે.

(1:23 pm IST)