Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કેશોદના બહુચર્ચિત ભરતી કોભાંડમાં સુધરાઈના મુખ્‍ય પદાધિકારીના નજીકના સગાએ સાત લાખ રૂપિયા માંગ્‍યાની લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરોમાં ફરિયાદ

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૩૦: કેશોદ નગરપાલિકામાં જુનાગઢ જિલ્લા કક્ષાનું ફાયર સ્‍ટેશન રાજ્‍ય સરકારે મંજુર કરવામાં આવ્‍યું હતુ. જેમાં ભરતી પ્રક્રિયા કરવામાં આવી એમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર થયાનું જાણવા મળતાં સામાજિક કાર્યકર રાજુભાઈ બોદર દ્વારા માહિતી માંગતા અધુરી માહિતી નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ત્‍યારે -ાદેશિક કમિશનર ભાવનગર અપીલ કરી હતી.  છેલ્લે માહિતી કમિશનર ગાંધીનગર અપીલ કરી છે. કેશોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ, કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા ફરિયાદ કરી જવાબદાર સામે પગલાં ભરવા માંગ કરી હતી.

કેશોદ તાલુકાનાં સાગરસોલા ગામનાં ખેડૂત દિનેશભાઈ ચાવડાએ નોટરી સમક્ષ સોગંદનામું કરીને લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો સમક્ષ લેખિતમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યાં મુજબ કેશોદ નગરપાલિકામાં ફાયર વિભાગ માં  પોતાનાં પુત્રને નિમણૂંક મેળવવા માટે કેશોદ નગરપાલિકાના મુખ્‍ય પદાધિકારના નજીકના સગાએ  રૂપિયા સાત લાખ માંગ્‍યા હતા જે આપી શકે એટલાં સમળદ્ધ ન હોવાથી દિનેશભાઈ ચાવડાના પુત્ર ને નિમણૂંક મળેલી નહોતી તાજેતરમાં કેશોદ નગરપાલિકાના પુર્વ પ્રમુખ સહિત રાજકીય પક્ષો દ્વારા તપાસની માંગ કરી ત્‍યારે દિનેશભાઈ ચાવડાએ નોટરી સમક્ષ સોગંદનામું કરીને લેખિતમાં ફરિયાદ નોંધાવી લાંચ રૂશ્વત વિરોધી બ્‍યુરો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરી બેરોજગાર યુવાનો ને થયેલા અન્‍યાય સામે ન્‍યાય અપાવી ભ્રષ્ટાચાર આચરીને ગેરરીતિઓ કરનારા સામે ફોજદારી ધારાની જોગવાઈ હેઠળ પગલાં ભરવામાં આવે એવી માંગ કરી છે. કેશોદ નગરપાલિકામાં બહુચર્ચિત ભરતી કોભાંડમાં  મોટી રકમ માંગ્‍યાની લેખિતમાં ફરિયાદ નોંધાવતા સ્‍થાનિક રાજકારણમાં ગરમાવા સાથે ચકચાર ફેલાયેલ છે.

(6:46 pm IST)