Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

પોરબંદરમાં દેશીદારૂ વેચતા ર ઝડપાયા

પોરબંદર તા. ૩૦ : એલસીબી પી.આઇ. એન.એમ.ગઢવીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પો.સ્‍ટાફના માણસો સાથે શહેર વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હે.કો. ઉદયભાઇ વરૂ તથા લીમડા ચોકથી કબીર આશ્રમ જતા રોડ ઉપરથી આરોપી ભાવેશ અરવિંદભાઇ થાનકી ઉ.ર૮ રહે. લીમડા ચોક તથા પ્રદિપ ઉર્ફે ગગુ રામાભાઇ પરમાર ઉ.ર૭ રહે. ખાપટ વાળાઓ ભાગીદારીમાં જયુપીટર મો.સા.નં.જીજે રપ-એન-૧૩૮ર કી. રૂા. ૧પ૦૦૦ માં દેશી દારૂ ભરેલ એક-એક લીટરની કોથળીઓ નંગ-૧૧ દારૂ લી.૧૧ કિ. રૂા.રર૦ મળી કુલ રૂા.૧પ.રર૦ નો મુદામાલ રાખી જાહેરમાંથી મળી પકડાઇ જઇ અને આ દારૂનો જથ્‍થો નહી પકડાયેલ આરોપી (૩) રાજુ પોલાભાઇ મોરી રહે. આદીત્‍યાણા તા. રણાવાવ જી. પોરબંદરવાળા પાસેથી લઇ આવી ગૂન્‍હો કરવામાં એકબીજાને મદદગારી કરી ગૂન્‍હો કરેલ હોય તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં પોરબંદર એલસીબી પી.એસ.આઇ. એન.એમ.ગઢવી હેડ કો. જીણાભાઇ કટારા, હરેશભાઇ આહિર, ઉદયભાઇ વરૂ, કુલદિપસિંહ જાડેજા, રણજીતહિં દયાતર, કશનભાઇ મોડેદરા કોન્‍સટેબલ દિલીપભાઇ મોઢવાડીયા, ગોવિંદભાઇ માળિયા વિગેરે રોકાયેલા હતા.

(1:21 pm IST)