Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

હેરાન ગતિ કરવા અંગે ટપારતા ખંભાળિયાના આધેડ પર છરી ઝીંકી

 ખંભાળિયા, તા. ૩૦ : નગર ગેઈટ વિસ્‍તારમાં વણકરવાસ ખાતે રહેતા જેઠાભાઈ આલાભાઈ ડોરૂ નામના ૫૪ વર્ષીય આધેડ  આ વિસ્‍તારમાંથી જઈ રહ્યા હતા, ત્‍યારે વણકરવાસમાં રહેતો જીતુ બાલાભાઈ ડોરુ અને સચિનગીરી નામના બે શખ્‍સો રસ્‍તામાં કોઈ આસામીને પરેશાન કરતા હોય, જેથી ફરિયાદી જેઠાભાઈ ડોરુએ તેને હેરાન કરવાની ના પાડતા ઉશ્‍કેરાયેલા જીતુ ડોરૂએ છરી વડે હુમલો કરી અને તેમને ઈજાઓ પહોંચાડી હતી.

 આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ ૩૨૪, ૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્‍ટની કલમ મુજબ ગુનો નોંધી, જીતુ ડોરુની અટકાયત કરી, સચિનગીરીને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકા અને સુરજકરાડીમાં રખડતા ભટકતા શખ્‍સો ઝબ્‍બે

દ્વારકાના સુદામા સેતુ પાસેથી રાત્રીના એક વાગ્‍યાના સમયે લોખંડના ગણેશિયા જેવા હથિયાર સાથે શંકાસ્‍પદ હાલતમાં દુકાનોના તાળા તપાસતા અને રેલવે સ્‍ટેશન પાસે રહેતા રવિ રમેશભાઈ ચારોલીયા નામના ૨૧ વર્ષના શખ્‍સને પોલીસે ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૨૨ (સી) મુજબ કાર્યવાહી કરી હતી.

 મીઠાપુર તાબેના આરંભડા વિસ્‍તારમાં રહેતા સુરેશભા અમરસંગભા સુમણીયા નામના ૩૫ વર્ષના હિન્‍દુ વાઘેર શખ્‍સને પોલીસે રાત્રિના સમયે સુરજકરાડીની મેઈન બજારમાંથી લપાતો-છુપાતો દુકાનોના તાળા તપાસતા ઝડપી લઇ, તેની સામે જરૂરી કાર્યવાહી કરી હતી.

દ્વારકામાં પીધેલો વાહન ચાલક ઝડપાયો

દ્વારકાના કોરડા ગામે રહેતા પરબત વજશી ચાવડા નામના ૪૬ વર્ષના યુવાનને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં મોટા ભાવડા ગામ નજીકથી મોટરસાયકલ પર નીકળતા ઝડપી લીધો હતો.

દ્વારકામાં છરી સાથે આધેડ ઝડપાયો

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્‍તારમાં રહેતા પ્રતાપભા અઘાભા સુમણીયા નામના ૫૫ વર્ષીય શખ્‍સને પોલીસે હેલીપેડ વિસ્‍તારમાંથી છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્‍ટની કલમ ૧૩૫ (૧) મુજબ કાર્યવાહી કરી હતી.

(1:20 pm IST)