Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જામનગર : સ્‍વામિ વિવેકાનંદ ક્રેડીટ સોસાયટીના સભાસદને સજા સાથે વળતર ચુકવવા હુકમ

ચેક રિર્ટન કેસમાં ૩ માસની સજા અને ચેક રકમ ચુકવવા આદેશ

જામનગર,તા. ૩૦ : સ્‍વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્‍ટર સભાસદ કિશોરભાઈ ખીમજીભાઈ મારકણા રહે.હરીપર ને જેલની સજા તેમજ ચેકની રકમ જેટલો દંડ કોર્ટે ફટકાર્યો હતો.

 જામનગરની સ્‍વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ કિશોરભાઈ ખીમજીભાઈ મારકણાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોનમાં તેઓ રેગ્‍યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવેલ અને ત્‍યારબાદ ધી નેગોશીએબલ ઈન્‍સટ્રુમેન્‍ટ  એક્‍ટ - ૧૩૮ અન્‍વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. ત્‍યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ અને આરોપીની પ્‍લી લેવામાં આવેલ અને આરોપીએ ગુનો કબુલ હોવાનો ઇનકાર કર્યો હતો.

 ફરીયાદી પક્ષના લેખિત, પુરાવા, દસ્‍તાવેજો, સોગંધનામું, ફરીયાદ અરજીને અનુરૂપ હોય અને તેઓનું કાયદેસરનું લેણું નથી તેવું સાબીત કરવા કોર્ટમાં હાજર રહેલ નહિ જેથી ફરીયાદીની ઉલટ તપાસનો પણ હક્ક બંધ કરવામાં આવેલ તેમજ ફરીયાદી પક્ષે વિશેષ પુરાવો ન આપવા ક્‍લોસિંગ પુરસીસ આપેલ હતી.જામનગરના ૧૦માં એડીશનલ ચીફ જ્‍યુડીશીયલ મેજીસ્‍ટ્રેટ એ.ડી.રાવની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને વોરંટો બજવા છતાં જાણી જોઈને સતત ગેરહાજર રહી કોર્ટનો અનાદર કરતા હોય ક્રિમીનલ -ોસીઝર કોડની કલમ ૨૫૫(૨) મુજબ ધી નેગોશીએબલ ઈન્‍સટ્રુમેન્‍ટ એક્‍ટ ૧૩૮ અન્‍વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ તેમજ કોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, કાયદાકીય જોગવાઈઓ તેમજ ફરીયાદી પક્ષના વકીલની દલીલોને ધ્‍યાનમાં રાખી કોર્ટ દ્વારા આ કામના આરોપીને ૩ ( ત્રણ ) માસની જેલની સજા અને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ૩૫૭(૩) મુજબ ચેકની રકમ જેટલો જ રૂ. ૮૨,૮૦૦/- નો દંડ ફટકારવામાં આવેલ છે. તેમજ આરોપી વિરુદ્ધ સજા વોરંટ ઇસ્‍યુ કરવા તથા તેની અમલ બજવણી માટે મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્‍યો હતો.

આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મણીલાલ જી.કાલસરીયા, મિતેષભાઈ એલ. પટેલ, ગૌરાંગભાઈ જી. મુંજપરા તથા હરજીવનભાઈ એમ. ધામેલીયા રોકાયા હતા.

(1:18 pm IST)