Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

નરેન્‍દ્રભાઇ સાથે આટકોટમાં પૂનમબેન માડમની ઉપસ્‍થિતિ

જામનગર : આટકોટ ખાતે શનિવારે નવનિર્મિત હોસ્‍પિટલનું વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. કે.ડી. પરવાડિયા મલ્‍ટી સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલના ઉદ્‌્‌ઘાટન પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. આ નવી હોસ્‍પિટલ સૌરાષ્‍ટ્રભરના દર્દીઓ માટે આર્શિવાદ રૂપ બનશે. તેમ પૂનમબેન માડમે ટવીટ કરીને જણાવ્‍યું હતું. (તસ્‍વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)

(11:53 am IST)