Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સુરેન્‍દ્રનગરના નકલી નોટ પ્રકરણમાં ૪ ની ધરપકડ : વધુ એકનું નામ ખુલ્‍યુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : સુરેન્‍દ્રનગરના નકલી નોટ પ્રકરણમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કારમાં નકલી નોટ સગેવગે કરતાં ઝડપાયેલા પ્રદીપ ફેકલ્‍ટીના મહારાજે યુસુફ નામના શખ્‍સ પાસેથી ૫થી છ વાર નકલી નોટો મંગાવી હોવાનું તેમજ  યુનુસ રૂપિયા ૨૫૦૦ ની અસલી નોટ સામે રૂપિયા ૮૦૦૦ની નકલી નોટ આપતો હોવાનું બહાર આવ્‍યું છે.

 સુરેન્‍દ્રનગરમાં એસ.ઓ.જી પોલીસે રૂપિયા ૫૦,૧૦૦ અને ૨૦૦ની નકલી નોટ સાથે ચાર શખ્‍સોને ઝડપી લીધા હતા.

 આ ચાર શખ્‍સો પૈકી મુખ્‍ય સૂત્રધાર હાઉસિંગ સોસાયટીમાં રહેતો પ્રદીપ ઉર્ફે ટીના મહારાજ અવારનવાર પુસ્‍તકો ખરીદવા અમદાવાદ જતો હતો તે દરમિયાન બસમાં તેને વિરમગામથી યુનુસ નામના શખ્‍સનો પરિચય થયો હતો યુનુસ તેને નકલી નોટ વટાવવા આપી હતી તે તેણે સરળતાથી વટાવીને ફરી રૂપિયા ૨૫૦૦ની અસલી નોટ સામે આઠ હજારની નકલી નોટ મંગાવી હતી. ટીના મહારાજે બેથી ત્રણ મહિનામાં છ વાર નકલી નોટ મંગાવી હોવાનું બહાર આવ્‍યું છે જેમાં ત્રણ વાર રૂપિયા ૨૫૦૦ ની અસલી નોટ સામે રૂપિયા ૮૦૦૦ની નકલી નોટ રૂપિયા પાંચ હજારની અસલી નોટ સામે રૂપિયા ૧૬૫૦૦ ની નકલી નોટ અને રૂપિયા ૧૦,૦૦૦ ની અસલી નોટ સામે રૂપિયા ૩૦ હજારની નકલી નોટ મંગાવી હોવાનું જાણવા મળે છે.

 પ્રદીપ ઉર્ફે ટીના મહારાજના ઘરે રામદેવપીરનું મંદિર છે નકલી નોટ સાથે પકડાયેલા પિયુષ રમણ લાલ શાહ ત્‍યાં દર્શને આવતો હતો. પ્રદીપે ૧૦૦ ની અસલી નોટો સામે રૂપિયાની નકલી નોટના ભાવે તેને નકલી નોટ આપી હતી અને પિયુષ એ શ્‍યામ અશોકભાઈ ઝાલા અને ધર્મેશ કરસનભાઈ મકવાણાને નકલી નોટ વટાવવા આપી હતી. એસ.ઓ.જી પોલીસે ચારેયને ઝડપી લઈને સુરેન્‍દ્રનગરમાં નકલી નોટના રેકેટનો પર્દાફાશ કર્યો હતો આ પ્રકરણમાં યુનુસ નામના નવા શખ્‍સનું  નામ ખુલતા પોલીસે વધુ  તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(12:20 pm IST)