Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

જોડિયાધામની રામવાડીમાં પૂ.ભોલેબાબાજીની પુણ્‍યતિથી નિમિત્તે ભંડારો- ધુવાડાબંધ જમણવાર

(હિતેશ રાચ્‍છ દ્વારા) વાંકાનેર, તા.૩૦: જામનગર જિલ્લાના જોડિયાધામમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્‍થળ શ્રી ઉદાસીન સંત કુટિર ‘રામવાડી' આશ્રમ ખાતે શ્રી જયોતિ સ્‍વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા એવં પ્રાતઃ સ્‍મરણીય ૧૦૦૮ સદગુરૂદેવ શ્રી ભોલેબાબાજીની અસીમ કૃપાથી પ્રતિ મુજબ યોજાતા ભોલેબાબા સેવક સમુદાય દ્વારા આ વર્ષે પણ પ્રાતઃ સ્‍મરણીય સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની (૩૬મી પુણ્‍યતિથિ) ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે આગામી તા. ૧૬/૬/૨૨ને ગુરૂવારના રોજ પૂજય બાબાજીની પુણ્‍યતિથિ નિમિત્તે બપોરે બાર કલાકે બાબાજીના મંદિરમા ઢોલ, નગારા અને સંખોદ્વારા મહાઆરતી કરવામાં આવશે ત્‍યારબાદ ‘સાધુ, સંતો તેમજ ભક્‍તજનોનો ભવ્‍ય દિવ્‍ય ભંડારો  રાખેલ છે જે ભંડારામા અનેક જગ્‍યાએથી સંતો, મહંતો, સાધુ, સંતો પધારશે અને પૂજય ભોલેબાબાજીના ભક્‍તજનો પધારશે આ ઉપરાંત સાંજના પાંચ વાગ્‍યાથી જોડિયા હિન્‍દુ સમાજનો ધુવાણાબંધ જમણવાર (મહાપ્રસાદ)નું સાથોસાથ આયોજન કરવામાં આવેલ છે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી હતી જેથી પુણ્‍યતિથિ મહોત્‍સવની ઉજવણી પણ નહોતી થતી જેથી આ વર્ષે ભાવિક ભક્‍તજનોમા અનેરો ઉત્‍સાહ ઉમંગ જોવા મળી રહયો છે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે સંતશ્રી ભોલેબાબાજીના મંદિર ને, શ્રી બાલા હનુમાનજીદાદાના મંદિરને અનોખા લાઈટ ડેકરોશનથી પુષ્‍પહારોથી સજાવટ કરવામાં આવશે સદગુરૂદેવશ્રી ભોલેબાબાજીની પુણ્‍યતિથિ મહોત્‍સવ ઉજવવા ભોલેબાબા સેવક સમુદાયમા અનેરો ઉત્‍સાહ જોવા મળી રહયો છે રામવાડી ગ્રુપના દરેક યુવાનો સેવા બજાવશે આ દિવ્‍ય પાવન પુણ્‍યશાળી અવસરે સર્વ ભાવિક, ભક્‍તજનોને પધારવા ભોલેબાબા સેવક સમુદાય દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે જે યાદી જોડિયા રામવાડીના ભક્‍તજન શનિભાઈ વડેરાની યાદીમાં જણાવાયું છે વધુ વિગત માટે સંપર્ક મો.શનિભાઈ વડેરા ૯૮૨૫૨ ૧૨૦૬૫ ,, હર્ષદભાઈ વડેરા મો.૯૪૨૮૨ ૦૮૨૨૩ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યુ છે.

(12:20 pm IST)