Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ઉનામાં જુગાર રમતા ૭ શખ્‍સો ૧૯ હજારની રોકડ સાથે ઝડપાયાં

(નવીન જોષી દ્વારા) ઉના તા.૩૦ : ખોડીયારનગરમાં જાહેરમાં જુગાર રમતા સાત શખ્‍સોને પોલીસે રોકડ રકમ રૂપિયા ૧૯ર૭૦ સો પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુનાગઢ રેન્‍જ આઇજીપી મનીન્‍દર પ્રતાપસિંહ પવાર તથા ગીર સોમનાથ ીજીલ્લા અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા પ્રોહી જુગાર અંગેની પ્રવૃતિ નેસ્‍તના નાબુદ કરવાની સુચના  મુજબ જે ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. શ્રી એન.કે.ગોસ્‍વામીની સુચના મુજબ એએસઆઇ કપિલભાઇ શિવજીભાઇ તથા પો. હેડ કોન્‍સ. પી.પી. બાંભણીયા તથા એ.પી.જાની તથા નિલેશભાઇ છગનભાઇ તથા પો. કોન્‍સ. ભીખુશા બચુશા તથા પો. કોન્‍સ. રાહુલભાઇ નારણભાઇ પો. કોન્‍સ. વિજયભાઇ હાજાભાઇ તથા કનુભાઇ નાજાભાઇએ પો. સ્‍ટાફના માણસો સાથે ઉના પો.સ્‍ટે. હાજર હતા. તે દરમિયાન પો. હેડ કોન્‍સ. નિલેશભાઇ છગનભાઇ તથા પો. કોન્‍સ. ભીખુશા બચુશાઓની સંયુકત બાતમી આધારે ખોડીયારનગરમાં જાહેરમાં જુગાર રમતા બીજલભાઇ પાંચાભાઇ ડાભી, રાજેશભાઇ કાળુભાઇ, ધીરૂભાઇ ભીમાભાઇ વાજા, ભુપતભાઇ ભીમાભાઇ વાજા, દેવશીભાઇ જેઠાભાઇ બાંભણીયા રે. તમામ ખોડીયારનગર વાળાઓને જુગારના સાહિત્‍ય તથા રોકડ રૂપીયા ૧૯ર૭૦ના જુગારના મુદામાલ સાથે પકડી પાડી ગુન્‍હો રજી. કરાવેલ છે. તપાસ એએસઆઇ કે.એસ. મકવાણા ચલાવી રહયા છે

(11:42 am IST)