Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

IPL મેચ જોઇ પરત ફરતા આદરીયાણાના વિપ્ર વિદ્યાર્થીનું કારે ટક્કર મારતા મોત

(ફારૂક ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : પાટડી તાલુકાના આદરીયાણા ગામનો ર્નસિંગ કોલેજમાં અભ્‍યાસ કરતો વિદ્યાર્થી વેદાંત ધર્મેન્‍દ્રભાઇ રાવલ પોતાના મિત્ર -પ્રવિણ બાબુભાઇ ચૌધરી અને સોનલ ભગવાનભાઇ ચૌધરી મોટેરા સ્‍ટેડીયમમાં રવિવારે યોજાનારી ગુજરાત ટાઇટન્‍સ અને રાજસ્‍થાન રોયલ્‍સ વચ્‍ચે રમાનારી ફાઇનલ મેચમાં કોલેજ તરફથી -ોગ્રામ રજૂ કરવાનો હોઇ ત્રણેય મિત્રો સ્‍ટેડીયમમાં રિહર્સલ કરીને પરત આવી રહ્યાં હતા અને ચાર રસ્‍તા પાસે બાકડા પર બેઠા હતા. ત્‍યારે સામેથી માંતેલા સાંઢની માફક પુરઝડપે આવતી કારના ચાલકે અચાનક સ્‍ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં કારની ટક્કર લાગવાથી વેદાંત રાવલને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા એ બેભાન થઇને ત્‍યાંજ ઢળી પડ્‍યો હતો.

 જેથી યુવકને તાકીદે લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં લઇ જવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમિયાન બીજા દિવસે એનું  મોત નિપજ્‍યું હતુ. આથી એના પરિવારજનો પણ હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતા અને આજે આદરીયાણા ગામે નીકળેલી એની અંતિમયાત્રામાં આખુ આદરીયાણા ગામ હિંબકે ચઢયું હતું. આદરીયાણાના આ આશાસ્‍પદ યુવાનના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્‍યું હતુ અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી છે.

(11:38 am IST)