Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ભાવનગરમાં સતત બીજા દિવસે કોરોનાનો કેસ નોંધાયો

 ભાવનગર તા.૩૦ :  ભાવનગર શહેરમાં લાંબા સમયગાળા બાદ સતત બીજા દિવસે પણ કોરોનાનો એક પોઝિટિવનો એક કેસ મળ્‍યો છે.  રવિવારે શહેરના ઇસ્‍કોન મેગા સિટી વિસ્‍તારમાં એક મહિલાનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે

 શનિવારે એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ રવિવારે સતત બીજા દિવસે પણ એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે. ભાવનગર શહેરમાં દિલ્‍હીથી પરત ફરેલા ૬૦ વર્ષીય મહિલા ને કોરોનાના લક્ષણો જણાતા ટેસ્‍ટ કરાવતા તેઓને કોરોના પોઝિટિવ આવેલ છે. હવે ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવનો આ કુલ ૨૦,૮૮૭ મો પોઝિટિવ કેસ છે અને તે પૈકી ૨૦,૬૯૪ દર્દીઓ કો ૨ોનામુક્‍ત થઇ જતા શહેર કક્ષાએ કોરોનામાં રીકવરી રેઇટ ૯૯.૦૮ ટકા થયો છે . શહેરમાં હાલ ૨ દર્દી કોરોનામાં એક્‍ટિવ છે અને તે બંને હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે .  ભાવનગર શહેરમાં કોરોનાને લીધે સરકારી ચોપડે ૧૯૧ દર્દીના મોત થયા છે.

(11:35 am IST)