Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

રતનપરની લૂંટના બનાવમાં મુદ્દામાલમાં ૪ આરોપી ઝબ્‍બે

વઢવાણ,તા.૩૦ :  જોરાવરનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમા રતનપર બાયપાસ ઉમિયા ટાઉનશીપ-૩ ની સામે આવેલ ફરીયાદી અજયભાઇ શામજીભાઇ ઘાટલીયા જાતે પ્રજાપતિ ઉ.વ.૩૨ રહે.શેરી નં.૧૭,૩૪ નંબર બસ સ્‍ટેન્‍ડ પાસે  વાળાની માલીકીના  પ્‍લોટમા સાફસફાઇ કરતા હતા ત્‍યારે  આ પ્‍લોટ અમારો છે પાયા કેમ ખોદો છો તેમ કહી  ઝઘડો કરી  ધોકા વતી માર મારી ઇજાઓ પહોંચાડેલ તેમજ મોબાઇલ ફોન કિ.રુ.૧૦,૦૦૦/-નો લુટી લઇ ગયેલ જે અંગે  (૧) રેબલ ગમારા ભરવાડ રહે.વઢવાણ (ર) વિરમ કાળુ કોળી  કોળી રહે.સુરેન્‍દ્રનગર (૩) કાના રાણા ગમારા  ભરવાડ રહે.રતનપર (૪) નરેશ વેલા સરૈયા ે ભરવાડ રહે.સુરેન્‍દ્રનગર વાળાઓ વિરૂધ્‍ધ ગુન્‍હો રજીસ્‍ટર કરવામાં આવેલ.

ઉપરોક્‍ત લુંટના બનાવમા   હકીકત આધારે માળોદ કેનાલ ઉપરથી આરોપીઓ (૧) વિરમભાઇ  સારલા ઉ.વ.૩૫ રહે પોપટપરા શ્રવણટોકીઝ રોડ શેરી નં.ર સુ.નગર (૨) નરેશભાઇ ઉર્ફે બોખો  ઉ.વ.૨૫ રહે.૮૦ ફુટ રોડ દેશળભગતની વાવ પાસે તીલકનગર સુ.નગર (૩) કાનાભાઇ ઉર્ફે રામાભાઇ ઉ.વ.૨૬ રહે.રતનપર બાયપાસ રોડ સદગુરુ કોમ્‍પલેક્ષની પછળ તા.વઢવાણ જી.સુરેન્‍દ્રનગર (૪)દેવશીભાઇ ઉર્ફે રેબલ રૈયાભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૨૩ રહે.માલધારી ચોક ભાણકુવા શેરી વઢવાણ વાળાઓને ગુન્‍હામાં ઉપયોગ કરેલ બે મોટરસાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા લુંટ કરેલ આઇફોન કંપનીનો મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે ચારેય આરોપીઓને ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમા ં (૧) એન.એચ.કુરેશી પો.સબ ઇન્‍સ જોરાવરનગર (૨) એ.એસ.આઇ ઘનશ્‍યામભાઇ ગોવિંદભાઇ (૩) પો.હેડ.કોન્‍સ જયદીપભાઇ પ્રભુભાઇ (૪) પો.કોન્‍સ મેહુલભાઇ રસીકભાઇ (૪) પો.કોન્‍સ સાહીલભાઇ મહંમદભાઇ (૫) પો.કોન્‍સ કેસરીસિંહ અજીતસિંહ (૬) પો.કોન્‍સ અનિલસિંહ નારસંગભાઇ (૭) પો.કોન્‍સ સિરાજખાન મદીનખાન એ રીતેના પોલીસ સ્‍ટાફના માણસો દ્વારા  કરેલ છે.

(11:33 am IST)