Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં શનિદેવ જન્‍મ જયંતિની ભકિતભાવથી ઉજવણી

આજે સોમવતી અમાસ પણ હોવાથી ભાવિકોનો ઉત્‍સાહ બેવડાયોઃ શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચન

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે શનિદેવ જન્‍મ જયંતિની ભવ્‍યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. આજે સોમવતી અમાસ પણ હોવાથી ભાવિકોનો ઉત્‍સાહ બેવડાયો છે.

શનિદેવ મંદિરોમાં વિશેષ પૂજન - અર્ચન કાર્યક્રમો યોજાયા છે.

શનિ શિવ ભકત છે. આથી શનિ જયંતીના દિવસે શની - સૂર્ય કે શનિ મંગળની યુતિ હોય તેવા જાતકોએ આ દિવસે શિવપૂજા, શિવલિંગ પર કાળા તલ, ચોખા, જવથી અભિષેક કરવો તથા મહા મૃત્‍યુંજય મંત્રનો જપ કરવાથી શનીની પીડામાંથી મુકિત મળે છે.

આ દિવસે શનીના મંગળના જાપ ઓમ શં શનૈશ્વરાય નમઃ તથા શની ચાલીસા, શનીના અષ્‍ટાંતર નામના જાપ કરવા શનીની વસ્‍તુનું દાન જેમાં છત્રી, કોલસો, કાળુ ધાન્‍ય અડદ, કાળા તલ, લોખંડની વસ્‍તુઓ, ચંપલ, કાળા વષાો, કાળા ફળોનું દાન તથા સરસવ કે તલના તેલનું દાન ગરીબ, અપંગ, સુરદાસ, રકતમીત જેવા રોગથી પીડિત, શ્રમિકને કરવાથી શનીની પીડામાંથી મુકિત મળે છે.

શની જયંતિ સોમવારે છે અને અમાસની તિથી ર૯ મીએ રવિવારે ર કલાક પપ મિનીટથી સોમવારે ૩૦ મે સાંજે પ વાગ્‍યા  સુધી છે. આ દિવસે શુભ યોગ સવાર્થ સિધ્‍ધિ યોગ અને સુકર્મા યોગ સોમવારે અને સુકર્મા યોગ સોમવારે સૂર્યોદયથી સૂર્યાસ્‍ત સુધી હોવાથી આ બે શુભ યોગમાં પાઠ પૂજા, જપ, તપ, દાન, કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે. શની એ ન્‍યાય અને કર્મોનો કારક હોવાથી શનીની પનોતી અને જન્‍મકુંડલીમાં શનીથી પીડિત વ્‍યકિતઓએ પ્રમાણીકતા અને સત્‍યનું પાલન કરવું ખોટું કરનારાઓને શનિ ત્‍વરીત દંડ આપે છે. કર્મનિષ્‍ઠ અને સત્‍યનિષ્‍ઠ જાતકો શનીને ખૂબ જ પ્રિય છે. 

ગોંડલમાં શનિદેવનું પૂજન : ગોંડલ : ગોંડલમાં તરકોશી હનુમાન મંદિરએ શનિ ભગવાનની પુજા, અર્ચના થાય છે અને સાંજે સાત કલાકે મહાઆરતીને મહાપ્રસાદનું આયોજન કર્યુ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(6:47 pm IST)