Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ઓખામાં વિશ્વ ડૂગોંગ દિવસની ઉજવણીના ભાગરૂપે દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત રેલી

ઓખાઃ ઓખામાં વિશ્વ ડૂગોંગ દિવસની ઉજવણી ના ભાગરૂપે દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત રેલી યોજાઇ. દરિયાઈ ગાય બચાવો અભિયાનમાં પ્રાચી હટકર ની આગેવાની માં શિવાની પટેલ તેમજ ચાર સભ્‍યો એ સ્‍કૂલના વિદ્યાર્થીઓ સાથે એક રેલી કાઢી હતી .

રેલીમાં ડૂગોંગના ચિત્રો અને પુસ્‍તકનુ વિતરણ કરાયું હતું.ડુગોંગની પ્રતિકૃતિ અને પરિવેશ દ્વારા રોચક માહિતી આપવામાં આવેલ તેમજ રામેશ્વર દરિયાકિનારે ભીની રેતીમાં બાળકોની ટીમ દ્વારા ડૂગોંગનુ રેતશિલ્‍પ બનાવવામાં આવેલ. તમામ બાળકોને તેમજ નાગરિકોને દરિયાઈ ગાય અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા.

દરિયાકિનારાની સ્‍વચ્‍છતા અને જીવસૃષ્ટિના સંરક્ષણમાં ભાગીદાર બનવાનો સંકલ્‍પ કરાવવામાં આવ્‍યો હતો.બાળકોને ઇનામ આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતાં.આ કાર્યક્રમ ની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર, અહેવાલઃ ભરતભાઇ બારાઇઃ ઓખા)

(10:10 am IST)