Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

કેશોદમાં પ્રેરક પ્રમાણિકતા

 કેશોદઃ નગરપાલિકાનાં અધિક્ષક પ્રવિણભાઈ વિઠલાણીનો પુત્ર શુભમ સવારમા રાજકોટ નીકળ્‍યો હતો ત્‍યારે શુભમનું પાકીટ રસ્‍તામાં પડી ગયું હતું જેમાં અગત્‍યના દસ્‍તાવેજી કાગળો હતા તેમજ રોકડ રકમ પણ હતી જે પાકીટ અખબાર વિતરણનું કામ કરતા વજુભાઈ બાબુભાઈ સાંચેલાને સવારમા મળતાં આ પાકીટ કોનું ? તપાસ કરતા જાણવા મળ્‍યું કે આ પાકીટ કેશોદ નગરપાલિકા કચેરીમાં ફરજ બજાવતા પ્રવિણભાઈ વિઠલાણીના પુત્રનું હોવાનુ જાણવા મળ્‍યુ હતું જેથી વજુભાઈએ આ પાકીટ રોકડ રકમ સાથે કેશોદ નગરપાલિકામાં પ્રવિણભાઇની ઓફિસે જઇ આ પાકીટ પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડ્‍યું હતું. તે તસ્‍વીર.(તસ્‍વીરઃ કમલેશ જોષીઃ કેશોદ)

(9:54 am IST)