Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

ગારીયાધારના વિદ્યાનગરમા રહેતા બેંક ઓફ બરોડાના કર્મચારીએ ઘરે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું

મૂળ ઓરિસ્સાના વતની અને હાલ ગારીયાધાર બેન્ક ઓફ બરોડામાં જોઈન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે

ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં બેન્ક ઓફ બરોડાના કર્મચારીએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે

 મળતું માહિતી મુજબ ઓરિસ્સાના વતની અને હાલ ગારીયાધાર બેન્ક ઓફ બરોડામાં જોઈન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રામ ભાઈ અભિમન્યુ બહેરા( ઉ.વ.31 )નો કોઈ અગમ્ય કારણોસર ગારીયાધાર શહેરના વિદ્યાનગર સોસાયટી ખાતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

(10:38 pm IST)