Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ઉનાના બાબરીયા ગીરમાં નૂતન શિવ મંદિરે આવતીકાલથી ૩ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

ઉના,તા. ૩૦: બાબરીયા ગીર ગામે નૂતન શિવ મંદિરના દેવતાઓની મૂર્તિનો ૩ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ તા. ૧ના રોજ આવતીકાલથી યોજાશે.

ગીર ગઢડા તાલુકાના બાબરીયા ગીર ગામે ઉદાસીન આશ્રમમાં પાતલેશ્વર મહાદેવ કૃપાથી અને તથા પુ.૧૦૮ સંતશ્રી મથુરાદાસજી બાપુના આશિર્વાદથી નૂતન શિવ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ જતા શિવજી અને દેવતાઓ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ તા.૧ રવિવારથી ૩ દિવસનો પ્રારંભ ગજાનંદ આશ્રમ માલશ્રમ ગુરુજીના પ્રધાન આચાર્યની આગેવાની હેઠળ પ્રારંભ કરાશે જેમાં ૨૬ દંપતિ યજમાન પદે બીરાજસે પ્રથમ દિવસે હેમાદ્રી, પ્રયાસચિત કર્મે, પ્રધાન સંકલ્‍પ, ગણપતિ પૂજન, પુનીયવાચન, જલ યાત્રા, સ્‍થાપિત દેવોની પૂજા, જલાધિવાસ, અગ્નિધીવાસ, ધાન્‍યનિવાસ, વિધિ કરવામાં આવશે.

બીજા દિવસે. સ્‍થાપિત દેવોનું પુજન, હોમાત્‍મક લઘુરૂદ્ર યજ્ઞ, નગરયાત્રા, પ્રસાદવાસ્‍તુ, શૈયાધીવાસ, આરતી કરશેᅠ ત્રીજા દિવસે મંદીર માં નુતન પ્રાણ પ્રતિષ્ઠા, અગ્નિ તારણ વિધિ, સ્‍નપંનવિધિ, શિખર અભિષેક, દેવો સ્‍થિર પ્રાણ પ્રધાન હોમ, દેવતાઓની મંદિરમાં બિરાજમાન કરાશે ત્‍યાર બાદ પૂર્ણાહુતિ પધારેલ સંતો મહંતોનું સનમાન ધર્મ સભા આશિર્વચન યોજાશે ત્‍યારબાદ મહાપ્રસાદ આ પ્રસંગે તા. ૨ને સોમવારે રાત્રિના સંત વાણી રાખવામાં આવેલ છે આ ધાર્મિક ઊત્‍સવ માં તમામ ભક્‍તોને પધારવા આશ્રમના મહંત શ્રી ધરમદાસ બાપુ ગુરૂ શ્રી ૧૦૮ની વાર્ણદાસબાપૂ, મનસુખ ભગત અને ઉદાસીન આશ્રમ ના સેવકગણે એ નિમંત્રણ એક યાદીમાં આપ્‍યુ છે.

(10:27 am IST)