Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

સુરેન્દ્રનગરમાં કતલખાનુ ઝડપાયુઃ ગૌમાંસ જપ્તઃ પશુઓનો બચાવ

રતનપરમાં એલસીબી ટીમનો દરોડોઃ ૧૦ લાખનો મુદ્દામાલ જપ્તઃ ૨ શખ્સો ફરાર

 વઢવાણ, તા. ૨૯ :. સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર પોલીસ સ્ટેશન હદથી એકદમ નજીકના જ વિસ્તારમાં ઘણા જ લાંબા સમયથી કતલખાનુ ધમધમતુ હોવાની સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપકકુમાર મેઘાણીને મળેલ ફરીયાદ રજુઆતના આધારે સુરેન્દ્રનગર શહેરના ગુન્હા શોધક શાખા એલસીબી પી.આઈ. એન.કે. વ્યાસને આ અંગેના તપાસ કરવા માટેના આદેશો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપકકુમાર મેઘાણી દ્વારા આપવામાં આવ્યા હતા.

જોરાવરનગર પોલીસ હદમાં આવેલા રતનપર વિસ્તારના મુસ્લિમ કબ્રસ્તાન અને ભોગવા નદીના કાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણાં જ લાંબા સમયથી ધમધોકાર કતલખાનુ ચાલતુ ચલાવાતુ હોવા અંગેની જીવદયા પ્રેમીઓ દ્વારા ફરીયાદો લેખીતમાં અને મૌખિકમાં કરવામાં આવેલ હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરના પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર એલસીબી શાખાના પી.આઈ. એન.કે. વ્યાસ તપાસ હાથ ધરવા માટેના આદેશો જારી કરવામાં આવ્યા હતા, ત્યારે સુરેન્દ્રનગર ગુન્હા શોધક શાખા (એલસીબી) પી.આઈ. એન.કે. વ્યાસ, સુરેન્દ્રનગરના જોરાવરનગર પોલીસ મથકની હદમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના ઉપર રાત્રીના ત્રાટકયા હતા અને આવા જ સમયે એલસીબી શાખા ત્રાટકતા આ કતલખાના ઉપર કતલ કરેલ અને રાખવામાં આવેલ ગૌમાંસ અને જીવીત ૬-વાછરડા, ૩ બળદ મળી ૯ જીવોને આબાદ રીતે કતલખાનામાંથી છોડાવ્યા હતા.

ત્યારે સુરેન્દ્રનગર એલસીબી શાખાના પી.આઈ. એન.કે. વ્યાસ તપાસ કરી અને સાધન સામગ્રી સહિત ગુજરાતમાં મોટામા મોટી રકમનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી બન્ને નાસી છૂટેલા આરોપીઓમાં ઈબ્રાહીમ હૈદરભાઈ શેખ અને જુનેદ હૈદરભાઈ શેખને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસે ૬ વાછરડા અને ત્રણ બળદો કિં. રૂ. ૨૧૦૦૦, ગૌવંશ કાપીને રાખવામાં આવેલ ગૌવંશનું મટન ત્રણસોને વીસ કિલો રૂ. ૬૪૦૦૦ તેમજ ગૌવંશમા નીકળતી ચરબીના ડબ્બા ભરેલા નંગ ૫૪ મળ્યા હતા કિં. રૂ. ૧,૬૨,૦૦૦ જેનુ વજન ૮૧૦ કિલો થવા જાય છે.

તેમજ ગૌવંશ કતલ કરાયા બાદમા કતલ કિં. રૂ. ૭,૩૫,૦૦૦ કર્યા બાદ ગૌવંશના માંસની હેરાફેરી કરવા તેમજ ગૌવંશ ખરીદ કરી લાવવા માટે રાખવામાં આવેલ પાંચ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

તેમજ કતલ કરવા માટેના છરા, કોયતા સહિતની સાધન સામગ્રીનો પણ જંગી જથ્થો મળી આવ્યો છે જેની કિંમત રૂ. ૧૭૪૫૫ થવા જાય છે.

ગેરકાયદેસર કતલખાનામાં સુરેન્દ્રનગર એલસીબી શાખાના પી.આઈ. એન.કે. વ્યાસ દ્વારા ઝડપી પાડી ફરીયાદ નોંધાવી અને રૂ. ૯ લાખ ૯૯ હજાર ચાર પંચાવન રૂ.નો મુદ્દામાલ જોરાવનગર પોલીસ મથકે જમા કરાવ્યા છે, ત્યારે કતલખાના ચલાવતા આવા સંચાલકોમાં ભારે ફફડાટ સર્જાવા પામ્યો છે.

(3:45 pm IST)