Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

જામકંડોરણાના જામદાદરની સીમમાંથી ૧૦ પત્તાપ્રેમી પકડાયા

૬૪,૬૪૦નો મુદામાલ કબ્જે કર્યો પોલીસે

ધોરાજી તા. ર૯ :.. જામકંડોરણાના જામદાદર ગામની સીમમાં બાતમીના આધારે પોલીસે રેડ કરી જૂગાર રમતા રત્નાભાઇ લક્ષ્મણભાઇ બાબરીયા, વિનોદભાઇ હરીભાઇ બાબરીયા, બાલુભાઇ લક્ષ્મણભાઇ મોઢવાડીયા, અરવિંદભાઇ હીરાભાઇ હાંસલીયા, રમણીક ગોપાલભાઇ હાંસલીયા, વિનોદભાઇ પરબતભાઇ મહીડા, પ્રકાશ કરશનભાઇ મહીડા, નરેન્દ્રસિંહ બહાદુરસિંહ પરમાર, ઉમેશ હરીભાઇ બાબરીયા અને સહદેવસિંહ જાડેજાને રૂ. ૬૪,૬૪૦ ના મુદામાલ સાથે પકડી પાડયા હતાં.

કાર્યવાહીમાં જામકંડોરણાના પીએસઆઇ એસ. વી. ગોજીયા, જે. એન. પરમાર, અજીતભાઇ ગંભીર, રવિરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ સહિતના જોડાયા હતાં.

(11:41 am IST)