Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

વાંકાનેરમાં માંધાતાજી જયંતિની ઉજવણી

 વાંકાનેર માંધાતા ગ્રુપ દ્વારા વિર માધાંતાજીની જન્મ જયંતિએ દિપ પ્રાગટય, ભાવવંદના સાથે ઉજવવામાં આવેલ. મોરબી જીલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ રમેશભાઇ મકવાણા અને તેમની ટીમ દ્વારા જીનપરા, ખડીપરા,મિલપ્લોટ, વીશીપરા, આરોગ્યનગર ઉપરાંત તાલુકાના ઢુવા, કોઠારીયા, લાકડધાર, કાશીયા ગાળા સહિતના જુદા જુદા ગામોમાં જયા કોળી સમાજની  વસ્તી વધારે છે તે તમામ ગામોમાં વિર માંધાતાની જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી. કોળીસમાજના આગેવાનો-યુવાનો દ્વારા શ્રી માધાંતાજીની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટય કરી ભાવવંદના અને જય જયકાર સાથે ઉજવણી કરી હતી. તે તસ્વીર. (તસ્વીર : નિલેશ ચંદારાણા -વાંકાનેર)

(10:03 am IST)