Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મોંઘવારી-બેરોજગારી-ખેડૂતોને અન્‍યાય મુદ્દે ડબલ એન્‍જીન સરકારનાં ઘુંવાડા કાઢી નાંખવા પ્રદેશ કોંગ્રેસ નેતાઓની હાકાલ

મોંઘવારી અને બેરોજગારો તેમજ ખેડૂતોને થતા અન્‍યાય બાબતે કહેવાતી ડબલ એન્‍જીન સરકારના ધુવાડા કાઢી નાખવા વિરજીભાઈ ઠુંમરની આગેવાનીમા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર,રામકીશન ઓઝા, ઋત્‍વિક મકવાણા,અને ભોળાભાઈ ગોહિલ સહિતના તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓના : બાબરા તાલુકાના પાંચાળ વિસ્‍તારમા ખંભાળા ગામે કોળી સમાજની વાડી ખાતે કોંગ્રેસની જંગી જાહેર સભા

 રાજકોટ તા.૨૭ : લાઠી વિધાનસભાના બાબરા તાલુકાના પાંચાળ વિસ્‍તારના ખંભાળા ગામે કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમરના સમર્થનમાં ભવ્‍ય જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં પાંચાળ વિસ્‍તાર સહિત તાલુકાના લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

ખંભાળા ગામે આયોજિત કોંગ્રેસની જંગી જાહેર સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ  ઠાકોર,સૌરાષ્‍ટ્રના ઝોન કોંગ્રેસના ઓબ્‍ઝર્વર રામકીશન ઓઝા, ધારાસભ્‍ય ઋત્‍વિકભાઈ મકવાણા,  ભોળાભાઈ ગોહેલ,ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર, પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, જિલ્લા પંચાયતના અમરેલીના વિરોધ પક્ષના નેતા  પ્રભાતભાઈ કોઠીવાળ, તાલુકાપંચાયતના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ વહાણી,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જશમતભાઈ ચોવટિયા, જીતુભાઇ વાળા,ખીમજીભાઈ મારૂ, કાનભાઈ શેખ, માજી ધારાસભ્‍ય ઠાકરસીભાઈ મેતલીયા,આંબાભાઈ કાકડીયા, શંભુભાઈ દેસાઈ સહિત તાલુકા અને જિલ્લાના  કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

  પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર,ધારાસભ્‍ય ઋત્‍વિક મકવાણા અને ભોળાભાઈ ગોહેલે  રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકાર આકરા પ્રહારો કરી મોંઘવારી અને બેરોજગારો તેમજ ખેડૂતોને થતા અન્‍યાય બાબતે  કહેવાતી ડબલ એન્‍જીન સરકારના ધુવાડા કાઢી નાખવા અપીલ કરી કોંગ્રેસના ઉમેદવાર વિરજીભાઈ ઠુંમર ને જંગી બહુમતી થી વિજેતા બનાવવા અપીલ કરી હતી.

 કાર્યક્રમને સફળ બનાવવા વિજય ઝાપડિયા ની ટીમે સખત જહેમત ઉઠાવી હતી ખંભાળા ગામના સરપંચ અને ખંભાળા કાર્યકર્તાઓએ કાર્યક્રમની સફળ બનાવ્‍યો હતો પાંચાળ વિસ્‍તારના લોકોએ એક સુરમાં કહયુ કે  ‘‘કહો દિલ સે વિરજીભાઈ ઠુંમર ફિર સે.''

(1:32 pm IST)