Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

કાલાવાડના હરીપર (મેવાસા) ગામે બનાવટી દૂધની મીની ફેકટરી પકડી પાડતી જામનગર એસ.ઓ.જી.

જામનગર તા. ર૮ :.. પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂની સુચના તથા એસ. ઓ. જી.ના ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટર આર. વી. વીંછીના માર્ગદર્શન મુજબ જામનગર ગ્રામ્‍ય વિસ્‍તારમાં એસ. ઓ. જી. સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમાં હતાં.

દરમ્‍યાન એસ. ઓ. જી. સ્‍ટાફના અરજણભાઇ કોડીયાતર તથા દિનેશભાઇ સાગઠીયા તથા રમેશભાઇ ચાવડાને હકિકત મળેલ કે કાલાવાડ તાલુકાના હરીપર (મેવાસા) ગામે રહેતા રાજૂભાઇ બટુકભાઇ ભારાઇ તથા તેનો માણસ ભલાભાઇ રમેશભાઇ મકવાણા પોતાના મકાનમાં માનવ જીંદગીની તંદુરસ્‍તી જોખમાય તે રીતે દૂધમાં પાવડર તથા વનસ્‍પતી ઘી ભેળસેલ કરી અખાદ્ય દૂધ બનાવી એકત્રીત કરી તેનું વેચાણ કરે છે જેથી ફુડ ઇન્‍સપેકટર તથા તેમની ટીમને સાથે રાખી રેઇડ કરતા ત્‍યાંથી અખાદ્ય દૂધ બનાવવા માટેનો પાવડરની મોટા બાચકા નંગ ૧૭ તથા વનસ્‍પતી ઘીના ડબ્‍બા નંગ ૪ર, તથા અન્‍ય સાધન સામગ્રી મળી કુલ રૂા. પ,૩૪,૦રપ નો જંગી મુદામાલ સીઝ કરી સેમ્‍પલો લઇ પૃથ્‍થકરણ અર્થે કબ્‍જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરવામાં આવેલ છે.

(10:54 am IST)