Gujarati News

Gujarati News

રાજસ્‍થાની પ્રોૈઢના અપહરણ-લૂંટમાં ૪ને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યાઃ ૨ લાખની આશા હતી પણ મળ્‍યા ૧૫ હજાર: ગ્રીનલેન્‍ડ ચોકડીથી લીંબડી જવા અર્ટીગામાં બેઠેલા મુસાફરને ‘તારૂ અપહરણ થઇ ગયુ છે હવે પૈસા આપવા પડશે' કહી તેના સગાઓને ફોન કરી ગૂગલ પેથી નાણા મંગાવ્‍યા'તા : જામનગરના હિમાંશ ઉર્ફ નૂર, સુમિત, જેતપુરના ખુશાલ ઉર્ફ એમએલએ અને રાજકોટના પાર્થ ઉર્ફ ભોલુને રસલુપરા પાસેથી દબોચ્‍યાઃ હિમાંશુ અને સુમિત અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચુક્‍યા હતાં : રિક્ષાચાલક હિમાંશુ ઉર્ફ નૂરે જડ્ડુસ નજીક મિત્રો સાથે મળી લૂંટનો પ્‍લાન ઘડયોઃ અન્‍ય મિત્રને બહારગામ જવું છે એવું ખોટુ કહી તેની કાર માંગી'તી : પીઆઇ વાય. બી. જાડેજા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોર, એએસઆઇ બી. જે. જાડેજા, મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, ચેતનસિંહ ગોહિલની બાતમી પરથી કાર્યવાહી access_time 3:20 pm IST