Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાના મંદિરે શાકોત્‍સવ ઉજવાશે

 (કરશન બામટા દ્વારા) આટકોટ,તા.૨૮ :  વડતાલધામ દ્વિશતાબ્‍દી મહોત્‍સવ એવં શતામળત મહોત્‍સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાષાી સ્‍વામી હરિ-કાશદાસજી (અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામીના માર્ગદર્શનથી તા.૨૮-૦૧-૨૦૨૩ને  શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  ભવ્‍ય શાકોત્‍સવ  આયોજન કરવામાં આવેલ, શાકોત્‍સવ અંતર્ગત દાદાને પરંપરાગત દિવ્‍ય શળંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી મહંત પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી દ્વારા કરવામાં આવેલ અને ભવ્‍ય શાકોત્‍સવમાં સાંજેઃ૪ કલાકે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ-પ્રસાદજી મહારાજ  ઉપસ્‍થિત રહ્યા હતા  સાથોસાથ ધામોધામથી સર્વે સંતો પધારી આશીર્વાદ આપેલ. શાકોત્‍સવમાં પ.પૂ.સ્‍વામી શ્રી દેવપ્રકાશદાસજી(ચેરમેનશ્રી),ડૉ.શાષાી સ્‍વામી શ્રી સંતવલ્લભદાસજી(મુખ્‍ય કોઠારીશ્રી) વડતાલ,ગોકુલધામ નારથી શુકદેવપ્રસાદદાસજી તેમજ જૂનાગઢ,ગઢડા, વડતાલ વિગેરે ધામોધામથી સંતો તેમજ  હાસ્‍ય કલાકાર હિતેશ અંટાળા ખાસ હાજર રહેલ.મંદિરના કોઠારી   વિવેકસાગરદાસજી સ્‍વામી તેમજ સંતમંડળ દ્વારા  શાકોત્‍સવમાં પધારેલ  હજારો હરિભક્‍તો માટે  દર્શન-મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવા આવેલ છે.

(11:33 am IST)