Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

દેશી હાથ બનાવટની પિસ્ટલ તથા ૦૪ જીવતા કાર્ટીસ તથા રોકડ રૂ.૧,૧૭,૦૦૦ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી બોટાદ એસ.ઓ.જી. ટીમ તથા પેરોલ ફર્લો સ્કોડ બોટાદ

બોટાદ :અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને  બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા  જીલ્લાના તમામ અધિકારીઓને  અમલવારી કરવા સારૂ સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે  અન્વયે  એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર. ગોસ્વામીનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ગોવિંદભાઇ કાળુભાઇ તથા હે.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા હે.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા હે.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા હે.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ  નાઓ અનડીટેકટ ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા સારૂ બરવાળા પો.સ્ટે. વિસ્તારમાં  પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન હેડ કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચા નાઓને બાતમી મળેલ જે બાતમી મળેલ કે “ઉતમ વાવડી તથા તેની સાથેના માણસોએ આજથી બે માસ પહેલા રાજકોટ સીટીમાં કાલાવાડ રોડ ઉપર એક સ્કુટી ચાલક પાસેથી રોકડ રૂપીયા ભરેલ થેલો ઝુંટવી નાસી ગયેલ અને હાલ પણ કોઇ ચોરી કે લુંટ કરવાના ઇરાદે બરવાળાથી ધંધુકા તરફ જનાર છે. જેઓની પાસે વાદળી લાલ પટ્ટાવાળુ મો.સા છે જેની આગળ પાછળ કોઇ નંબર લખેલ નથી જે બાતમી આધારે બરવાળા પોલારપુર ફાટક પાસે વોચમા હતા તે દરમ્યાન હકિકત વાળુ મો.સા. આવતા જેને ચેક કરતા (૧) સંજયભાઇ નરશીભાઇ કાલીયા જાતે.કોળી( ઉ.વ.આ.૩૧ ) (રહે.હાલ લીંબોડા તા.જી.બોટાદ મુળ રહે.કાનીયાડ તા.જી.બોટાદ) (૨) ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦) (રહે.બોટાદ, પાળીયાદ રોડ, આનંદધામ ગ્રિનસીટી મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ) (૩) હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦ ) (રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે તા.જી.બોટાદવાળા )વાળા પાસેથી ગે.કા પરમીટ કે લાયસન્સ વગરનો હાથ બનાવટની પિસ્તલ (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.૨૫,૦૦૦  તથા જીવતા કાર્ટિસ નંગ-૦૪ કિ.રૂ.૪૦૦  તથા રોકડ રૂ.૧,૧૭,૦૦૦ મોબાઇલ નં.-૦૩ કિ.રૂ-૧૦,૫૦૦ તથા મો.સા. નંગ-૦૧ કિ.રૂ.૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ રૂ. ૨,૦૨,૯૦૦ સાથે પકડી તેઓ પાસે મળી આવેલ રોકડ રકમ બાબતે પુછપરછ કરતા આ કામના આરોપી ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦ ) (રહે.બોટાદ, પાળીયાદ રોડ, આનંદધામ ગ્રિનસીટી મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ)  તથા હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦ ) (રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે તા.જી.બોટાદવાળા )એ આજથી બે માસ પહેલા રાજકોટ કાલાવાડ રોડ ઉ૫રથી ચાલુ મો.સા.એ એકટીવામાંથી રૂપિયા ભરેલાં એક થેલાની ચીલ ઝડપ કરેલ હોય તે પૈસા પોતાની પાસે હોવાનું જણાવતા ત્રણેય શખ્શો વિરૂધ્ધ કાયદેસની કાર્યવાહી કરી બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવેલ છે.

આરોપીઓમાં (૧) સંજયભાઇ નરશીભાઇ કાલીયા જાતે.કોળી (ઉ.વ.આ.૩૧ ) ( રહે.હાલ લીંબોડા તા.જી.બોટાદ મુળ રહે.કાનીયાડ તા.જી.બોટાદ )(૨) ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦)( રહે.બોટાદ, પાળીયાદ રોડ આનંદધામ
ગ્રિન સીટીસામે, બુરહાની સિમેન્ટના કરખાના સામે મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ)(૩) હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦) ( રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે )
મુદ્દામાલમાં (૧) હાથ બનાવટની પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦ (૨)  જીવતાં કાર્ટીસ નંગ-૪ કિ.રૂ. ૪૦૦ (૩) એક આરોપી પાસેથી રોકડ રૂ. ૭૮,૦૦૦/- તથા બીજા આરોપી પાસેથી રોકડ રૂ.૩૯,૦૦૦ મળી કુલ રોકડ રૂ. ૧,૧૭,૦૦૦ (૪)  કુલ મોબાઇલ નંગ-૩ કિ.રૂ. ૧૦,૫૦૦ (૫) મો.સા નંગ-૧ કિ.રૂ. ૫૦,૦૦૦
ડીટેકટ થયેલ ગુન્હો : આ કામના આરોપી ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦ )(રહે.બોટાદ, પાળીયાદ રોડ, આનંદધામ ગ્રિનસીટી મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ )તથા હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦ ) (રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે તા.જી.બોટાદવાળા )એ આજથી બે માસ પહેલા રાજકોટ કાલાવાડ રોડ ઉ૫ર પી.એમ. આંગડીયા પેઢીની નજીકમાં રોડ ઉપર આવેલ એક લીમડાના ઝાડની નીચે ઉભા રહેલ હતા અને આંગડીયા પેઢીમાંથી કોઈ રૂપિયા લઈ નીકળે તે માટે રેકી કરી એક માણસ થેલો લઈ એક સ્કુટીમાં પગ મુકવાની જગ્યાએ તે થેલો મુકી સ્કુટી ચાલુ કરી નીકળેલો જેનો પીછો કરી ચાલુ મો.સા.એ તે થેલો લઇ મો.સા.લઇ નિકળી જઇ રૂ.૨,૦૦,૦૦૦/- (બે લાખ) ની ચીલ ઝડપ કરેલ જે રાજકોટ શહેરના ગાંધીગ્રામ યુનિવર્સીટી પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૦૮૦૦૩૨૧૩૦૧૮/૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબનો ગુન્હો ડીટેકટ કરવામાં આવેલ છે.
ભવિષ્યમાં આરોપીઓ દ્વારા આચરવામાં આવનાર ગુન્હાઓની પુર્વ તૈયારીઓ
  આ કામના આરોપીઓ દ્વારા ભવિષ્યમાં મોરબી, ચોટીલા, સુરેન્દ્રનગર ખાતે આવેલ આંગડીયા પેઢીએ રેકી કરેલ અને આંગડીયા પેઢીમાંથી નિકળતા માણસોનો પીછો કરી લુટ કરવાની યોજના બનાવેલ તેમજ ધંધુકા ખાતે માર્કેટ વિસ્તારમાં કરીયાણાની દુકાનના માલિકની રેકી કરી લુટી લેવાની યોજના બનાવેલ હોવાનું જણાય આવેલ છે.
આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ:(૧) ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.આ.૨૦) ( રહે.બોટાદ, પાળીયાદ રોડ, આનંદધામ ગ્રિનસીટી મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ વાળા )વિરૂધ્ધમાં (૧) બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૧૦૨૫૩/ ૨૦૨૧ પ્રોહી કલમ ૬૫(ઇ)૧૧૬(બી) ૮૧ મુજબ તથા (૨) બોટાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૨૨૦૨૪૩૮/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(ઇ) મુજબ

  કામગીરીમાં જોડાયેલ અધિકારી/કર્મચારીઓ એચ.આર. ગોસ્વામી, પો.ઈન્સ., એસ.ઓ.જી. નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના હેડ કોન્સ. ગોવિંદભાઇ કાળુભાઇ તથા હે.કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ તથા હે.કોન્સ. હિતેષભાઇ તખતસંગભાઇ તથા હે.કોન્સ શિવરાજભાઇ નકુભાઇ તથા હે.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ  નાઓ આ કામગીરીમાં જોડાયેલ હતા

(9:48 pm IST)