Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સૌરાષ્ટ્ર જીલ્લા અન્ડર-૧૯ ટુર્નામેન્ટ માટે કાલે જુનાગઢમાં ખેલાડીઓનું સિલેકશન

ખેલાડીઓએ જરૂરી ડોકયુમેન્ટ સાથે હાજર રહેવું: પાર્થ કોટેચા

રાજકોટઃ જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ શ્રી પાર્થ ભાઇ કોટેચાની યાદી પ્રમાણે જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિયેશન દ્વારા જુનાગઢ જિલ્લાના અંડર-૧૯ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર જિલ્લા U-19 ટુર્નામેર્ન્ટ માટે સિલેકસન રાખવામાં આવનાર છે. બધા ખેલાડીઓએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા. સિલેકસન તા.૨૮ ઓગસ્ટ, શનિવારના રોજ સવારે ૭ કલાકે જિલ્લા પંચાયત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ગાંધી ચોક ખાતે રાખવામાં આવેલ છે. ગ્રાઉન્ડ પર રણજી ટ્રોફી પ્લેયર એન્ડ સિલેકટર કમલ ચાવડા, કોચ ગૌતમ બાબરીયા અને ભરત ભાઇ બઢનો સંપર્ક કરવો.

જરૂરી ડોક્યુમેન્ટઃ ૧.જન્મપ્રમાણ પત્ર  નગરપાલિકા/ ગ્રામ પંચાયત(ઓરીજનલ), ૨.બોના ફાઈડ (જન્મ તારીખ અને ફોટો સાથે) , ૩.આધાર કાર્ડ, ૪. છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, (બધા ડોક્યુમેન્ટ ની ૨-૨ ઝેરોક્ષ કોપી સાથે રાખવી તેમજ પાસપોર્ટ સાઇઝ ના ૨ ફોટા સાથે રાખવા.)

Cut of dateૅં ૦૧-૦૯-૨૦૦૨ વધુ માહિતી માટેઃ ગૌતમ બાબરીયાઃ ૯૮૨૫૧૨૭૧૯૭, ભરતભાઇ બઢઃ ૯૯૨૫૮૫૦૬૭૫

(11:40 am IST)