Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ધોરાજીમાં 7 દિવસથી સફાઈ કામદારોના પ્રતીક ઉપવાસ આંદોલનમાં જિલ્લા ભાજપની ટીમ પહોંચી :સફાઈ કામદારોની રજૂઆત સાંભળી કમિશનરને તાત્કાલિક ઘટતું કરવાની સૂચનાઓ આપી

ધોરાજીના સફાઈ કામદારોના પ્રશ્ને રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવશે મનસુખ ખાચરીયા જિલ્લા ભાજપ પ્રમુખ: સફાઈ કામદારો ની ભરતીમાં ભ્રષ્ટાચાર થશે તો રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી ભરતી રોકી દેશે:દિનેશભાઈ અમૃતિયા:3 માગણી સાથે ઉપવાસ આંદોલન 7 માં દિવસમાં ચીફ ઓફિસર એ સરકારના નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની ખાતરી આપતા મામલો શાંત થયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના રોજમદાર સફાઇ કામદારો પોતાની ત્રણ માગણીઓ સાથે છેલ્લા સાત દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યા હતા અને છેલ્લે આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમ થયો હતો અને તાત્કાલિક સફાઈ કામદારોનો પ્રશ્નો સોલ કરવા બાબતે ધોરાજી નગરપાલિકા ચીફ ઓફિસર સહિત અગ્રણીઓએ પણ અથાગ પ્રયત્નો કર્યા હતા
સફાઈ કામદારોએ પોતાની માગણી સંતોષ કારક જવાબ નહીં મળતા અને સાત દિવસ પ્રતિક ઉપવાસ આંદોલન પહોંચતા છેલ્લે આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારતા  ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ અને સામાજિક અદાણી કિશોરભાઈ રાઠોડ વિગેરે તાત્કાલિક ધોરાજીના મુખ્ય અધિકારી સાથે બેઠક કરી અને સફાઈ કર્મચારી યુનિયનના આગેવાનો  સાથે સફાઈ કામદારોની જે કઈ માગણી છે તે સરકારના નિયમ અનુસાર યોગ્ય ન્યાય આપવામાં આવશે તે પ્રકારની ખાતરી મળતાં હમણાં આમરણાંત ઉપવાસ આંદોલન મુલતવી રાખવામાં આવ્યું હતું પરંતુ પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ રહેતા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા પ્રદેશ ભાજપના સદસ્ય દિનેશભાઈ અમૃતિયા પૂર્વ નગરપતિ વી. ડી. પટેલ જિલ્લા મંત્રી હસુભાઈ ટોપીયા જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ વેપાર-ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઇ વોરા  શહેર ભાજપ પ્રમુખ વિનુભાઈ માથુકિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા વિજયભાઈ અંટાળા (ભગવાન) કૌશિક વાગડિયા વિગેરે અગ્રણીઓ ધોરાજી નગરપાલિકા સામે પ્રતિક ધરણા પર બેસેલા સફાઈ કર્મચારીઓ મેં મુલાકાત લીધી હતી અને તેઓની રજુઆત સાંભળી હતી
આ સમયે જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા એ જણાવેલ કે સફાઈ કામદારો ની પડતર માગણીઓ છે તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવશે અને તાત્કાલિક આ બાબતે ન્યાય મળે તે અંગે વાત કરી હતી અને તાત્કાલિક અસરથી પ્રાદેશિક નગરપાલિકા  કમિશનર શ્રી ને ધોરાજીના સફાઈ કામદારોના પ્રશ્ને ઘટતું કરવા અને સરકારના નિયમ પ્રમાણે ધોરાજીમાં ભરતી થાય અને રોટેશન વિગેરે બાબતો એ રજૂઆત કરી હતી અને સફાઇ કામદારોને સાંભળવા પણ ખાસ જણાવ્યું હતું
વધુમાં જણાવેલ કે ધોરાજીના સફાઈ કર્મચારીઓ એ ગાંધીનગર મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવું હોય તો પણ અમે આપને મદદ કરીશું અને રાજ્ય સરકાર સુધી આપને વાત પહોંચે તે બાબતે અમે તમારી સાથે રહેશે તેમ જણાવ્યું હતું

આ બાબતે પ્રદેશ ભાજપના સદસ્ય દિનેશભાઈ અમૃતિયાએ ઉપવાસી છાવણીમાં જાહેરમાં જણાવેલ કે મારી પાસે એવી ફરિયાદ આવી છેકે ધોરાજી નગરપાલિકામાં સફાઇ કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને રૂપિયા પાંચ લાખ માગતા હોય તે પ્રકારની ફરિયાદ મારી પાસે આવી છે ત્યારે હું આપ સૌને ખાતરી આપું છું કે જો  સફાઇ કર્મચારીઓની ભરતીમાં ભ્રષ્ટાચાર થશે તો રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી આ ભરતી બંધ કરી દેશે અને જેમને પૈસા આપ્યા છે એના પૈસા જશે જેથી કરીને સફાઈ કર્મચારીઓ આ બાબતમાં દોરાઈ નહીં અને આવી કોઈપણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક અમોને જાણ કરવા અથવા તો સરકારના પ્રતિનિધિ તેમજ પ્રાદેશિક નગર પાલિકા કમિશનરને જાણ કરવી જોઈએ
હાલમાં જે ભરતી થશે તે નિસંકોચ આપણે કાયદેસર સરકારના નિયમ પ્રમાણે ભરતી થશે પરંતુ આ બાબતની કોઈ ફરિયાદ હોય તો તાત્કાલિક ફરિયાદ કરવા સફાઇ કામદારોને જણાવેલું જેથી સફાઇ કામદારોને ખરા અર્થમાં ન્યાય મળી રહે
બાદ જિલ્લા ભાજપ તેમજ શહેર ભાજપના આગેવાનો  ઉપવાસી છાવણીની મુલાકાત લીધા બાદ અને યોગ્ય થવાની ખાત્રી આપ્યા બાદ તાત્કાલિક ધોરાજી નગરપાલિકાના મુખ્ય અધિકારી ચારૂબેન એ રાજ્ય સરકારના નિયમ પ્રમાણે rotation પ્રથા મુજબ ભરતી કરવામાં આવશે તેમજ રોજમદાર કર્મચારીઓને પણ સરકારના નિયમ પ્રમાણે રોજમદારોને પણ ન્યાય આપવામાં આવશે જે બાબતે ખાતરી આપી હતી અને બાદ ઉપવાસીઓએ પ્રતિક ધરણા કાર્યક્રમ મોકૂફ રાખી સફાઈ કામદારોના હિતમાં ન્યાય મળે તેવી માગણી સાથે ઉપવાસ આંદોલન સમેટી લીધું હતું

(8:00 pm IST)