Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે સરકાર સક્રિય: રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા

ભુજ ખાતે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મેળામાં બે હજાર આયુષ્યમાન કાર્ડ અપાયા, સાંસદ વિનોદ ચાવડા સહિતના આગેવાનોએ "અંગદાન" જાગૃતિ માટે દિલીપભાઈ દેશમુખના અભિયાનને બિરદાવ્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સંસદીય વિસ્તાર ભુજ વ્યાયામશાળા ખાતે યોજાયેલ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય મેળામાં જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યુ હતું કે,  “પ્રજાની સુખાકારી અને આરોગ્ય માટે સરકાર સક્રિય છે. કચ્છની જનતા અને આયુષ્માન કાર્ડની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વિનામૂલ્યે નિદાન અને સારવાર આ મેળામાં મળશે. જરૂર પડે વધુ સારવાર માટે દર્દીને આગળની હૉસ્પિટલમાં મોકલાવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દેશના તમામ લોકો નિરોગી રહે તો સ્વસ્થ ભારત નિર્માણ થાય એ માટેના ઉમદા આશયને છેવાડાના સામાન્ય ગરીબ માણસ માટે રૂ પાંચ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સેવા આયુષ્માન કાર્ડ દ્વારા અમલી બનાવી છે. ૧૨૦૦થી વધારે લાભાર્થીને આજના મેળામાં વિવિધ રોગની સારવારનો લક્ષ્યાંક છે ત્યારે આયોજનમાં સંકળાયેલા તમામને અભિનંદન.    

ગરીબોની ઉન્નતિ  માટે ગરીબ કલ્યાણ મેળા, શિક્ષણ માટે કેળવણી રથ, શિક્ષિતો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના રોજગાર મેળાઓ દ્વારા સરકાર પ્રજાની ચિંતા કરી રહી છે. 

આ તકે મંત્રીશ્રીએ સમગ્ર રાજ્યમાં અંગદાન અભિયાન ચલાવનાર દિલીપભાઇ દેશમુખ  દાદાના બ્રેઇનડેડ બાદ અંગદાન કરાવવાના અભિયાનની  પણ પ્રશંસા કરી હતી.

આરોગ્ય મેળાની મુલાકાત દરમ્યાન મંત્રીશ્રીએ ગાંધીધામ તાલુકાના ગળપાદર થી આવેલા માનસિક દિવ્યાંગ બિટ્ટુ સહાનીના માતાપિતાશ્રી મમતાબેન અને ગણેશભાઇ  સાથે બિટ્ટુની તફલીફ વિશે જાણી તેમને સાંત્વના પાઠવી હતી. 

આ તકે તેમણે અન્ય મહાનુભાવો સાથે આયુષમાન કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આજના આરોગ્ય મેળામાં બે હજાર  પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન કાર્ડ અપાશે. 

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારૂલબેન કારાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “નેશનલ હેલ્થ મિશન હેઠળ આયોજિત આ મેળામાં વિવિધ સારવાર અને વિનામૂલ્યે તપાસ અને દવા વિતરણ સાથે કેન્સર, કિડની, લિવર જેવા ગંભીર રોગોની સારવાર પણ આયુષ્માન કાર્ડ હેઠળ  અપાશે. ગંભીર બીમારીમાં પરિવાર પણ ચિંતા અને નિરાશામાં ડુબે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇએ તેમની ચિંતા કરી ગરીબો માટે આયુષ્માન કાર્ડ યોજના અમલી કરી છે. ગંભીર બીમારીઓમાં આયુષ્માન કામધેનુ સમાન છે.  

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ૪૭૪ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. જેમાં ૩૮૧ કોમ્યુનિટી હેલ્થ ઓફીસરની નિમણુંક અપાઈ છે તેમજ નવી ૩૫ એમ્બ્યુલન્સ પણ ચાલુ કરાશે. 

આ તકે તેમણે કચ્છને કર્મભૂમિ બનાવનારા અંગદાન અભિયાનની ઝુંબેશ ચલાવનારા શ્રી દિલીપભાઈ દેશમુખની કામગીરીને બિરદાવી બ્રેઇનડેડ વ્યક્તિના અંગો બીજામાં પ્રત્યારોપણ બાદ તેમાં ધબકતા રહી નવી જીંદગી જીવાડે છે એમ કહ્યું હતું.  

સ્વાગત પ્રવચનમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનક માઢકે જણાવ્યું હતુ કે, કચ્છમાં  ૨૫૬૫૧૯ લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ બન્યા છે તેમજ ૧૩૮૭૧ લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો છે.  

અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રેમકુમાર કન્નરે અંગદાન એ જીવનદાન છે. બ્રેઇનડેડનું અંગદાન કરાવવા હું અન્યોને સમજાવીશ અને પ્રેરિત કરીશ એમ “અંગદાનની પ્રતિજ્ઞા” સૌ ઉપસ્થિતોને લેવડાવી આભારવિધિ કરી હતી.  

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને અંજાર ધારાસભ્ય અને  પૂર્વ રજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે પણ આ મેળામાં ઉપસ્થિત રહી, PMJAY લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કર્યું હતું તેમજ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું સન્માન કરી જનઉપયોગી આયુષ્માન કાર્ડ દ્રારા સ્વસ્થ જીવન મેળવવા પ્રેરક સંબોધન કર્યુ હતું.

આ પ્રસંગે ધારાસભ્ય સર્વશ્રી  વિરેન્દ્રસિંહ જાડેજા –માંડવી, પદ્યુમનસિંહ જાડેજા –અબડાસા, માલતીબેન મહેશ્વરી- ગાંધીધામ, આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરસનજી જાડેજા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી કેશવજી રોશીયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, તેમજ કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા,  સિવિલ સર્જન ડો. કશ્યપ બુચ, ડો.જે.એ.ખત્રી, મેડિકલ ઓફિસર ડો. અમિત અરોરા, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.કેશવકુમાર સિંઘ, ડો.આશિષ પટેલ, ડો.બિપિનભાઇ, THO ગાંધીધામશ્રી ડો.ડી.એસ.સુતરીયા તેમજ જિલ્લાના નિષ્ણાંત તબીબો, મેડીકલ પેરામેડીકલ સ્ટાફ તેમજ લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:04 pm IST)