Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

૪૦૦૦ની લાંચ લેતા પકડાયેલ મોરબી સિંચાઇ ખાતાના કલાર્કના રીમાન્ડ મંગાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬: મોરબીના મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના કલાર્કને ૪૦૦૦ની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધા બાદ તેને રીમાન્ડ ઉપર લેવા તજવીજ હાથ ધરી છે.

ઙ્ગમચ્છુ ડેમમાંથી છોડવામાં આવતું સિંચાઈનું પાણી મેળવવા ફરિયાદીએ તેની ત્રણ જમીનમાંથી બે જમીનમાં અરજી કરી ના હોય અને સિંચાઈ પાણીનો ઉપયોગ કરેલ ના હોવા છતાં મોરબી મચ્છુ ૨ સિંચાઈ પેટા વિભાગ, નાયબ કાર્યપાલક ઈજનેર કચેરીના કલાર્ક વર્ગ ૩ જગદીશ જેઠાલાલ દવે દ્વારા ફરિયાદીને જણાવ્યું હતું કે તમે અરજીના કરેલ જમીનમાં સિંચાઈના પાણીનો ઉપયોગ કરેલ છે જેથી કાયદેસર દંડ કરી શકું છું પરંતુ જો દંડ ના ભરવો હોય તો ૬૦૦૦ રૃપિયા વહીવટના થાય તમે ૪૦૦૦ આપી દેજો કહીને લાંચ માંગી હતી. જે રકમ ફરિયાદી આપવા માંગતા ના હોવાથી એસીબી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી રાજકોટ એસીબી એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી એલ દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ શહેર એસીબી પીઆઈ મયુરધ્વજસિંહ સરવૈયાની ટીમે છટકું ગોઠવ્યું હતું.

ટંકારા તાલુકાના ઘુનડા ગામના શકિત પાન કોલ્ડ્રીંકસ પાસે લાંચની રકમ લેવા કલાર્ક ને બોલાવ્યો હતો અને ૪૦૦૦ ની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવાયો હતો. પકડાયેલ કલાર્ક જગદીશ દવેને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.

(1:28 pm IST)