Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પોરબંદરમાં રાજવીએ ક્રિકેટને પ્રોત્સાહન આપવા મેદાન સહિત અનેક સુવિધાઓ આપેલ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૫ઃ વિદેશી રમતો ક્રિકેટને પણ પોરબંદર રાજવી સારૃ એવુ સ્થાન અપાવેલ અને ભારતભરમાં હિન્દુસ્તાન ક્રિકેટ ટીમ વિદેશી ધરતી પર સને ૧૯૩રની સાલમાં સ્વ.મહારાણા નટવરસિંહ જેઠવાની કેપ્ટન તરીકે એમ.સી.સી. સામે પ્રથમવખત ભારતીય હિન્દુસ્તાનની ટીમના કેપ્ટન તરીકે પસંદગી પામ્યા. સ્વર્ગસ્થ રાજવીનો ક્રિકેટ રમત પ્રત્યે અદભુત પ્રેમ હતો અને અવિસ્મરણીય ગણાતો. ઘર આંગણે પણ ક્રિકેટની મેચો રમી અને રમાડતા અને ક્રિકેટનું આદરણીય સન્માન પણ કરતા.

સ્વર્ગસ્થ રાજવી નટવરસિંહ જેઠવાએ તેઓશ્રીના ક્રિકેટ પ્રેમના કારણે મહારાણા શ્રીએ ક્રિકેટ શાળા બનાવવાનો નિર્ણય લીધો અને આ નિર્ણયને સાકાર સ્વરૃપ મળ્યું. સને ૧૯૪૭ના ફેબ્રુઆરી માસ રર મી તારીખે આ શાળાનું ખાતમુહુર્ત એક નાનકડા વિદ્યાર્થીના હસ્તે કરવામાં આવ્યું.  તા.૭ મી જુન ૧૯૪૭ના રોજ આ ક્રિકેટ સ્કુલનું ઉદઘાટન થયું. (જે તે સમયે એશીયા ટ્રસ્ટ  પ્રથમ) ગણાતી તદ આધુનિક ક્રિકેટ સ્કુલ નિર્માણ થયેલ. જાણીતા વિશ્વવિખ્યાત  ક્રિકેટ  દુલીપ સિંહજીનું નામ આ શાખા સાથે જોડવામાં આવ્યું. આથી આ શાળા દુલીપ સ્કુલ ઓફ ક્રિકેટ તરીકે ખોળખાય છે.

આ શાળામાં ક્રિકેટની રમતના બધા વિભાગો પર લક્ષ આપવામાં આવ્યું છે. રમતના વિવિધ પાસાઓની તાલીમ આપવા માટેની સગવડો ઉભી કરવામાં આવી છે. હાલ આ શાળા સંપુર્ણ કાર્યરત છે.  શ્રી રામભાઇ ઓડેદ્રા કોચ તરીકે સંભાળે છે. દર વર્ષે આ શાળામાં ક્રિકેટ તાલીમના કેમ્પો યોજવામાં આવે છે અને તેમાંથી ઉચ્ચ કક્ષાની તાલીમ લઇને સારા ક્રિકેટરો બહાર પડે તેવી ગણતરી  રાખવામાં આવી હતી. અને તે ગણતરી મુતિમંત પણ થઇ છે. આ શાળાની એક વિશિષ્ટતા છે. અરીસાઓની રચના, આ વિભાગમાં ત્રણ અરીસાઓ ગોઠવવામાં આવ્યા છે. આ વિભાગ ક્રિકેટના નવા નિશાળીયાઓ માટે ઉપયોગી બની રહે તેવા છે. કારણ કે નવા ક્રિકેટરો પોતાના ફટકાઓનું પ્રતિબિંબ  અરીસામાં નિહાળી શકે અને પોતે જે કંઇ ભુલ કરતા હોય તે સુધારવાની તેમને તક મળે. બીજા એક વિભાગમાં એવા પ્રકારની ગોઠવણ ઉભી કરવામાં આવી છે કે ખેલાડીએ જે દડો ફટકાયો તે આપોઆપ ખેલાડી પાસે આવી જાય છે અન્ય વિભાગો જેટલુ જ મહત્વ આ વિભાગને અપાયું છે. બાજુમાં જ ફિલ્ડીંગ પ્રેકટીસ અને ખાસ કરીને વિકેટ પર થ્રો કરવા માટેની પ્રેકટીસ માટે મોટુ એવુ ખુલ્લુ મેદાન રાખવામાં આવ્યું છે. આ શાળાની એક આગવી વિશિષ્ટતા એ છે કે સ્ટમ્પની રચના, સ્ટમ્પ સ્પ્રીંગ પર છે. આથી સ્ટમ્પનો દડો લાગે તે પછી પણ આપોઆપ મુળ સ્થિતિમાં ગોઠવાઇ જાય છે અને મોટા ભાગના દડાઓ ગ્રેડેડ ચેનલ્સ દ્વારા આપોઆપ બોલર પાસે પહોંચી જાય છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ટુર્નામેન્ટ જેવી કે રણજી ટ્રોફી અન્ડર-રર, અન્ડર-૧૯, અન્ડર ૧૭ અને અન્ડર ૧પ સુધીની ટુર્નામેન્ટોમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન વતી ૮ થી ૧૦ ખેલાડી પસંદ થાય છે.

અલ્કપનીય સુવિધા ધરાવતી એશીયાની સર્વશ્રેષ્ઠ જે તે સમયની સર દુલીપસિંહ ક્રિકેટ પોરબંદરના રાજવીએ અણમોલ ભેટ આપી છે. સ્વર્ગસ્થ રાજવી ક્રિકેટ શોખથી જે તે સમયે બહારની ટીમોને રમવા તેવા શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ક્રિકેટમાં રસ જાગે તે માટે ભાવસિંહજી હાઇસ્કુલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા ક્રિકેટ જીવંત રહે તે માટે હાલના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ સીટી સરવે નં. ૧૬પપ માં  ક્રિકેટ પીચ બનાવેલ. નેટ પ્રેકટીસ અને ફિલ્ડ શીલ્ડ રમાડવામાં આવતી. જયારે ક્રિકેટ ટીમ બહારની રમવાની હોય ત્યારે રાજય હસ્તકની અથવા જે તે સમયની ખાનગી શાળામાં સ્કુલનો સમય બદલાવવામાં આવતો અને સવારના ૯ થી ૧૧ નો ત્રણથી પાંચ દિવસનો રાખવામાં આવતો.

ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ફ્રેન્ડલી મેચો,  હર્મા ટ્રોફી વગેરે રમાતા તે ઉપરાંત રણજી ટ્રોફી મેચ પણ રમાયેલ છે. જેમાં (૧) તા.૭-૧૦-૬૦ થી ૯-૧૦-૬૦ સૌરાષ્ટ્ર વિ.બોમ્બે (ર)ના તા.રર-૧-૭ર થી તા.ર૪-૧-૭ર સૌરાષ્ટ્ર વિ. બોમ્બે (૩) તા.ર૧-૯-૭૪ થી ર૩-૯-૭૪ સૌરાષ્ટ્ર વિ.બોમ્બે (૪) તા.૧૧-૧૦-૭પ થી તા.૧૩-૧૦-૭પ સૌરાષ્ટ્ર વિ. બરોડા (પ) તા.ર૩-૧-૧૪ થી તા.રપ-૧-૮૪ સૌરાષ્ટ્ર વિ.બરોડા  (૬) તા.૧પ-૧૦-૮૬ થી તા.૧૭-૧૧-૮૬ સૌરાષ્ટ્ર વિ. બોમ્બે ની ટીમોના મેચ યોજાયેલ તેનો સમાવેશ થાય છે.

સને ૧૯૯ર ની સાલમાં કેન્દ્રીય રમત ગમત સાંસ્કૃતિક મંત્રી સ્વ. માધવરાય સિંધીયાએ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત દુલીપસિંહ ક્રિકેટ સુદના વિકાસની તેમજ દુલીપસિંહ ક્રિકેટ કલબ કેમ્પસમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસવવા માટે તમામ ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવશે. અહીના ક્રિકેટ ગ્રાઉન્ડ રણજી ટ્રોફીથી લઇ ટેસ્ટ મેચ રમી શકાય તેવી સુવિધા ઉભી કરતા જાહેરાત કરી. પરંતુ અને ૧૯૬૦-૧૯૬૧ થી આ ગ્રાઉન્ડ નગર પાલીકા હસ્તક હોય અને તે સમયે રાજકીય ચોકઠા બાજીમાં આવી જતાં આ ગ્રાઉન્ડ કેન્દ્ર સરકારને સોંપેલ નહી જે એક વિકાસનો મોટો ફટકો પડયો. જેનો આડકતરો લાભ રાજકોટને મળી ગયેલ છે.

(1:14 pm IST)