Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પોરબંદરઃ રાંધણ ગેસ સિલિન્ડરમાં સતત ભાવ વધારો જિલ્લા મહિલા કોંગ્રેસનો વિરોધ

પોરબંદર તા. ર૬ :.. રાંધણ ગેસ સીલીન્ડરમાં સતત ભાવ વધારાનો જિલ્લા મહિલા કોંગ્રેસ આગેવાનોએ ઉગ્ર વિરોધ કરીને સરકારમાં રજૂઆત કરી છે.

શહેર જીલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ ભારતીબેન ગોહેલ તથા શહેર કોંગ્રેસ પ્રમુખ હંસાબેન તુંબડીયા, શહેર જિલ્લા ઉપપ્રમુખ મણીબેન ઓડેદરા, કોંગ્રેસના મયુન્સીયલ કાઉન્સેલર ભાનુબેન જંગી, શિલ્પાબેન ચૌહાણ, પ્રીતીબેન ઓડેદરા, સમજુબેન કારાવદરા, લીરીબેન મોઢવાડીયા, સરકારને રજૂઆતમાં જણાવ્યું છે કે મોંઘવારી સતત વધી રહી છે એક બાજુ વડાપ્રધાન બહેનોની ચિંતા સેવતા હતા અને ચુલાને બદલે ગેસ સીલીન્ડરનો ઉપયોગ કરવાનું જણાવતા ભારે મોદીજી એમ તો વિચારો કે તમારા શાસનકાળ દરમિયાન તમે સતત મોંઘવારી વધારી બહેનોને ધગધગતા ડામ આપી રહ્યા છો એક જ વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં રૃા. ૧૩૦ નો વધારો ઝીંકયો છે. મોદી સરકારના શાસનકાળની શરૃઆતમાં રાંધણ ગેસનો ાભવ ૪૧૪ હતો તે વધીને ર૦રર માં રાંધણ ગેસનો ભાવ ૯૭૧ રૃપિયા થયો છે. ભાજપ  સરકારના રાજમાં ગૃહીણીઓના રડવાના વાળા આવ્યા હોય તેવું અનુભવાઇ રહ્યું છે લાગે છે કે સરકાર ગૃહિણીઓને ફરી ચુલા ફુંકતી કરશે.

ઉજવલ્લા યોજના હેઠળ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશને ૧,ર૯,૦૦૦ ગેસ કનેકશન અને ભારત પેટ્રોલિયમ એ પ૮.૩૮૯ પરિવારને ગેસ કનેકશન આપ્યા હતાં. જેમાં ગેસનો ચૂલો અને કીટ નિઃશુલ્ક અપાયા હતા પરંતુ ત્યારબાદ ગેસ સીલીન્ડરની કિંમતમાં સતત ભાવ વધારો કરવામાં અવી રહ્યો છે. આ યોજના શરૃ થઇ ત્યારે ગેસ સીલીન્ડર ૭૦૦ રૃપિયાનો અપાતો હતો જેમાં રપ૦ રૃપિયા સબસીડીરૃપે જમા થતા હતા પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં સરકારે અને મોંઘવારી આડો આંક વળ્યો છે. તેમ રજૂઆતમાં જણાવેલ.

(1:13 pm IST)