Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મોરબીના મકનસર પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા વાંકાનેરના પંચાસરના એજાજનું મોત

માળીયા - હળવદ હાઇવે ઉપર કાર ડિવાઇડર ક્રોસ કરી આઇશર સામે અથડાઇ: મહિલા સહિત ૩ને ઇજા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬: મોરબી તાલુકાનાઙ્ગ મકનસર ગામ નજીક બાઈક ચાલકે કાબુ ગુમાવી દેતા મોટર સાઈકલ ડિવાઈડર સાથે અથડાતા વાંકાનેરના બાઈક ચાલકનું મૃત્યુ નીપજયું હતું.

મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર ગામે રહેતા અબ્દુલભાઈ જમાલભાઈ હાલાનો દીકરો એજાજ ઉ.૨૩ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર જીજે ૩૬ એમ ૮૮૮૬ લઈને વાંકાનેરથી મોરબી તરફ નેશનલ હાઈવે પર હતો હોય દરમિયાન મોરબીના મકનસર ગામ નજીક ક્રષ્ન વિજય નળિયાના કારખાના પહોચતા મોટર સાઈકલ પરથી કાબુ ગુલાવી દેતા મોટર સાઈકલ ડીવાઈડર સાથે ભટકાતા ડિવાઈડરની વચ્ચે આવેલ લોખંડની ઇંગલ સાથે એજાજ અથડાયો હોય અને તેને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસની ટીમે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં કચ્છના તલવાણા ગામે રહેતા બહાદુરસિંહ મહિપતસિંહ જાડેજા એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે અલ્ટો કાર જીજે ૧૨ સીપી ૦૪૧૫૧ ના ચાલક હરદેવસિંહ બહાદુરસિંહ ઝાલા રહે-ઓધવનગર ભુજ વાળા એ પોતાની અલ્ટો કાર પુરઝડપે માળિયા હળવદ નેશનલ હાઇવે પર વાધરવા ગામની સીમમાં ચલાવી કાર પરનો કાબુ ગુમાવી કાર રોડ વચ્ચે આવેલ ડિવાઈડર ઓળંગી સામની સાઈડમાં આવતા આઈસર સાથે અથડાવી પોતાને તથા સાહેદ અનિરૃધ્ધસિંહ અને રૃપલબાને ઈજા પહોચાડી તેમજ અરૃણાબાને ફ્રેકચર જેવી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

(1:12 pm IST)