Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

નવલખી પોર્ટથી ભરાયેલ ટ્રકોમાંથી કોલસો કાઢી માટી ભેળસેળ કરી ૨૨ લાખની છેતરપીંડી

રાજકોટના વેપારી જસ્મીનભાઇ માઢકની ફરિયાદ ઉપરથી ૭ ટ્રક ચાલકો સહિતનાઓ સામે માળીયા મિંયાણા પોલીસમાં ગુન્હો નોંધાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૬: મોરબીના નવલખી પોર્ટ પરથી અંબુજા એક્ષ્પર્ટ કંપનીહિમતનગર ઇન્ડોનેશિયા કોલ ભરીને દશ ટ્રક નીકળેલ હોય પરંતુ ટ્રક ચાલકોએ ટ્રકમાં ભરેલ કોલસાના શીલ તોડીને ઉચ્ચ ગુણવતા વાળો કોલસો કાઢી ટ્રકમાં હલકી ગુણવતાનો કોલસો/માટી ભેળસેળ કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાઈ છે. ઙ્ગરાજકોટના મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા જસ્મીનભાઈ બાલશંકરભાઈ માઢકઙ્ગ (ઉ.૪૫) એ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નંબર જીજે ૧૦ ટીયુ ૮૪૩૧ ના ચાલક કાળુભાઈ, ટ્રક નંબર ૧૨ એસી ૬૮૦૫ તથા તેના માલિક સુનીલ વીરડા, ટ્રક જીજે ૧૦ ટીટી ૩૮૬૨ના ચાલક, ટ્રક નંબર જીજે ૧૦ ટીવી ૧૮૩૮ નો ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૫૯૯૪ ના ચાલક, ટ્રક જીજે ૩૬ વી ૧૨૮૯ ના ચાલક, ટ્રક જીજે ૩૬ ટી ૫૯૯૪ ના ચાલક અને વિરાટ લોજીસ્ટીક વાળા દીપક વશરામભાઈ તથા તપાસમાં ખુલે તેને એકબીજા સાથે મેળાપીણું કરી આરોપી ટ્રક/ડમ્પરના ચાલકોએ પોતાના કબ્જા વાળી ટ્રક/ડમ્પરોમાં ફરિયાદી જસ્મીનભાઈની વાસુકી ટ્રેડલીક પ્રા.લી.નો નવલખી પોર્ટ ખાતેથી ભરેલ ઇન્ડોનેશિયા કોલ ૩૪૦૦ જીસીવીની ગુણવતા વાળો ભરી અંબુજા એક્ષ્પર્ટ લી. કંપની હિમતનગર ખાતે પહોચાડવા નીકળી રસ્તામાં માલ પરિવહન દરમિયાન જેતે સ્થિતિમાં પહોચાડવાની જવાબદારી આરોપીઓની હોય જે જવાબદારી નહિ નિભાવી દશ ટ્રકમાં ભરેલ કુલ ૩૫૩ મેટ્રિકટન ૧૦૦ કી.ગ્રા. કુલ કીમત.૨૨,૫૬,૭૬૮ ના કોલસામાં પરિવહન દરમિયાન ટ્રક/ડમ્પર ઉપર બાંધેલ તાલપતરી તથા રસ્સા ઉપર મારેલ શીલ તોડી બંધ તાલપાત્ર ખોલી તેમાંથી કોલસો કાઢી ટ્રકમાં રહેલ બાકીના કોલસામાં હલકી ગુણવતા વાળો કોલસા/માટી ભેળસેળ કરી પરિવહન દરમિયાનનો વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ એલસીબી પી એસ આઈ એન એચ ચુડાસમા ચલાવી રહ્યા છે.

(1:11 pm IST)