Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ધી મોરબી સિટીજન્સ ક્રેડીટ કો.ઓ.સોસાયટી લી.દ્વારા એમ્બ્યુલન્સ અને ૩ લાખનું અનુદાન

(મહેતા ન્યુઝ દ્વારા) મોરબી, તા.૨૬:  ધી મોરબી સીટીઝન્સ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી.લી. દ્વારા ગત વર્ષ - ઇકો - એમ્બ્યુલન્સ સેવા શરૃ કરાઇ છે. જેમાં સોસાયટીના સભાસદ માટે તદન ફ્રી સેવા છે, તથા જાહેર જનતા માટે વ્યાજબી ચાર્જ, ગરીબ દર્દી માટે મોરબી - લોકલ ચાર્જ-ફ્રી છે તો સેવાનો લાભ લેવા માટે મોબાઇલ નં.૯૮૭૯૩ ૫૫૪૧૧,  ૯૯૨૫૨ ૩૨૭૯૦ પર સંપર્ક  કરી શકાશે.

ધી મોરબી સીટીઝન્સ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટી દ્વારા દર વર્ષની જેમ માનવ સેવા તથા ગૌ-સેવા સાથે જોડાયેલ ટ્રસ્ટ (૧) શ્રી પદુનેદન ગૌ-સેવા ટ્રસ્ટ મોરબીને રૃા.૫૧,૦૦૦/ (ર) શ્રી મોરબી પાંજરાપોળને રૃા.૫૧,૦૦૦/ (૩) શ્રી ટંકારા પાંજરાપોળને રૃા.૫૧,૦૦૦ અને (૪) શ્રી ખાખરેચી પાંજરાપોળ ટ્રસ્ટને રૃા.૫૧,૦૦૦/ અને (પ) શ્રી પંચમુખી હનુમાનજી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને રૃા.૧,૦૨,૦૦૦/ આમ પાંચ માનવસેવા ગૌ-સેવા કરતા ટ્રસ્ટને કુલ રૃા.૩,૦૬,૦૦૦/ ની આર્થિક મદદ તેમની સેવાકીય પ્રવૃતિને ધ્યાને રાખી સોસાયટીની સામાજીક જવાબદારી નિભાવવાના હેતુથી ધર્માદા ફંડમાંથી આપવામાં આવેલ છે.

ધી મોરબી સીટીઝન્સ ક્રેડીટ-કો.ઓપરેટીવ સોસાયટી બી.મોરબી તા.૨૬-૯-૧૯૯૬ થી ૨૫ વર્ષથી મોરબીમાં બચત કરવા/થાપણ/ ડેઇલી કલેકશન થકી બચત કરવા - રોકાણ કરવા તથા સભાસદોને જરૃર પડયે રૃા.૫૦,૦૦૦ થી ૧૫,૦૦,૦૦૦/ સુધીનું ીધરાણ પણ સોસાયટી દ્વારા નિયમોને આધિન આપવામાં આવે છે. તેમ સોસાયટીના પ્રમુખ - મનોજકુમાર ડી.દેસાઇ તેમજ મેનેજર - યુવરાજસિંહ બી.જાડેજાની યાદીમાં જણાવ્યુ છે.

(1:10 pm IST)