Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વંથલીના બે શખ્‍સો ૩ બંદુક સાથે ઝડપાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૬ : જુનાગઢ રેન્‍જના ડીઆઇજી મનિન્‍દર  પ્રતાપસિંહ પવાર અને એસ.પી.રવિતેજા વાસમશેટ્ટીની સુચનાથી એલ.સી. બી.પી. આઇ. એચ.આઇ.ભાટ્ટી પી.એસ. આઇ. ડી.જી.બડવા તથા સ્‍ટાફના દિપકભાઇ બડવા ભરતભાઇ ઓડેદરા સહિત પેટ્રોલીંગમાં હતા.

દરમ્‍યાન વંથલીના દિલાવર નગરમાં રહેતા કાડુલ અબ્‍દુલ જુણેજા ઉ.૪૦ ને ૩ હજારની કિંમતની પરવાના વગરની બે બંદુક સાથે ઝડપી લીધો હતો. તેમજ સાંતલપુર ગામના અલાઉદી નગની લાડક ઉ.રપને દેશ બનાવટની બંદુક કિ. રૂા. ૧પ૦૦ સાથે ઝડપી લીધો હતો આ બન્ને શખ્‍સો સામે વંથલી પો.સ્‍ટેમાં આર્મ્‍સ એકટ હેઠળ ગૂન્‍હો દાખલ કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે બે શખ્‍સોને હથિયાર સાથે ઝડપાયતા ગેરકાયદેસર હથીયાર ધરાવતા ઇસમોમાં ફફડાટ ફેલાયો છ.ે

(1:03 pm IST)