Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ખંભાળિયાની સગીરાનું અપહરણ કરનારા શખ્‍સની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા.૨૬ : તાલુકાના પરિવારની ૧૬ વર્ષ ૭ માસની વયની સગીર પુત્રીને આ જ ગામનો પ્રદીપ જેંતીલાલ રાઠોડ નામનો શખ્‍સ ગત તારીખ ૨૪ મી ના રોજ રાત્રિના સમયે લલચાવી, ફોસલાવી, લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ સગીરાના પિતાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવી છે.

 આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એક્‍ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં વરલી રમતો ઝડપાયો

દ્વારકાના ટીવી સ્‍ટેશન વિસ્‍તારમાં   ડુંગરભા પોલાભા મકવાણા નામના ૨૯ વર્ષના યુવાનને પોલીસે ગત સાંજે બસ સ્‍ટેન્‍ડ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જુગારની કલમ મુજબ ગુનો નોંધ્‍યો છે.

પીધેલો વાહન ચાલક ઝડપાયો

કલ્‍યાણપરુના ભોપાલકા ગામ નજીકથી સ્‍થાનિક પોલીસે ગત રાત્રે કેફી પીણું પીધેલી હાલતમાં લાયસન્‍સ વગર ? ૧૫,૦૦૦ની કિંમતના એક્‍સેસ મોટર સાયકલ લઈને નીકળેલા ભોપાલકા ગામના દિગ્‍વિજયસિંહ ઉર્ફે લાલો હાલુભા જાડેજા નામના ૨૮ વર્ષના યુવાનને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા અને મીઠાપુરમાં

વિદેશી દારૂ સામે કાર્યવાહી

 વડત્રા ગામના પાટીયા પાસેથી પોલીસે સોનારડી ગામના જુવાનસિંહ ભીખુભા જાડેજા નામના ૪૦ વર્ષના યુવાનને રૂપિયા ૩૦૦ની કિંમતના બિયરના ત્રણ ટીન તેમજ મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂપિયા ૩૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

 ગઢેચી ગામે રહેતા કિશનભા ઉર્ફે સુનિલ મીયાભા માણેક નામના ૨૮ વર્ષના યુવાન પાસેથી પોલીસે રૂપિયા ૭,૬૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૯ બોટલ કબજે કરી, તેની સામે પ્રોહી. એક્‍ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:01 pm IST)