Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જામનગરમાં પતિ-પત્‍નિના મન દુઃખ વચ્‍ચે સસરાએ જમાઇને ઢીબી નાખ્‍યો

જામનગર, તા.૨૬: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં આકાશભાઈ ચંદુભાઈ ધોકાઈ, ઉ.વ.૩૦, રે. રણજીતસાગર રોડ, પટેલ પાર્ક શેરી નં.૧ર ધર્મેશભાઈ લુહારના મકાનમાં, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  આકાશભાઈ તથા આરોપી દિપાલીબેનને પતિ-પત્‍નીનું મનદુઃખ ચાલતું હોય અને ફરીયાદી આકાશભાઈ ને આરોપી દિપાલીબેન એ ફોનથી મહિલા પોલીસ સ્‍ટેશને બોલાવેલ અને ત્‍યાંથી બહાર નિકળતા આરોપી દિપાલીબેન એ ફરીયાદી આકાશભાઈને ઝાપટો મારેલ તથા આરોપી મનસુખભાઈ હરીયાણી એ ફરીયાદી આકાશભાઈને કડા વડે મોઢાના ભાગે નાક પાસે એક ઘા મારેલ તેમજ આરોપી આશીષભાઈ એ ફરીયાદી આકાશભાઈને ધમકી આપી મુઠ વડે ફરીયાદી આકાશભાઈને પેટમાં જમણી તરફ તથા ડાબા આંખની ઉપર કપાળના ભાગે તથા ડાબા કાનની પાછળના ભાગે મારી શરીરે મુંઢ ઈજાઓ પહોંચાડી ત્રણેયએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

કોસ્‍ટીક સોડા ઓળવી જતા ત્રણ કર્મચારી સામે ફરીયાદ

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં મનોજભાઈ રામસ્‍વરૂપ ગુપ્‍તા, ઉ.વ.પ૭, રે. ટાઉનશીપ સેકટર-ર૩, બ્‍લોક નં.૧૯ઈ મોટી ખાવડી, જિ.જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છે કે, છ મહિના પહેલા અવાર-નવાર આ કામના ટેન્‍કર નં. જી.જે.૧૦-ટી એકસ-૮પ૭૭ ના ડ્રાઈવર આરોપી અમિતકુમાર સિંઘ ઉર્ફે બંટી તથા આશુતોષ ત્રીનાથ ભુજબલ  તથા અજાણ્‍યા કર્મચારી એ કંપની સાથે મળી પૂર્વઆયોજીત કાવતરૂ રચી એકબીજાએ મિલાપીપણુ કરી છેલ્લા છ માસ દરમ્‍યાન નવ ટ્રીપમાં ૮૦.પ ટન જેટલા કોસ્‍ટીક સોડા જેમાંથી ખરેખર કોસ્‍ટીક સોડા ૩૭.૮ ટન કિંમત રૂ.૬,૮૧,૦૦૦/- નું ટેન્‍કર માંથી પૂરેપૂરો ખાલી નહી કરી અમુક વજન પરત લઈ જતા વે-બ્રીઝ ઓપરેટરએ પૂરો વજન દર્શાવી કંપની સાથે વિશ્‍વાસઘાત કરી કોસ્‍ટીક સોડા પોતાના અંગત ઉપયોગમાં ઓળવી જઈ ગુનો કરેલ છે.

દારૂની સાત બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મેહુલભાઈ કાંતીલાલ વિસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ન્‍યુ સાધના કોલોની પહેલો ગેઈટ આંગણવાડી પાસે, જામનગરમાં આરોપી મહેન્‍દ્રભાઈ રતીલાલ રાયઠ્ઠઠા, દારૂની બોટલ નંગ-૭, કિંમત રૂ.૩,પ૦૦/-ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

(1:00 pm IST)