Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે સિનિયર એડવોકેટ ઈકબાલભાઈ શેખની વરણી

(ઈકબાલ ગોરી દ્વારા), સાવરકુંડલા, તા.૨૬: ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના જનરલ સેક્રેટરી તરીકે બાહોશ અને સિનિયર એડવોકેટ ઈકબાલભાઈ શેખની વરણી થતા કોંગ્રેસી વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

 છેલ્લા ૨૫ વર્ષથી ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ માં વિવિધ પદો પર પુરી નિષ્ઠા પૂર્વક કામ કર્યું છે   પ્રથમ ઓલ ઇન્‍ડિયા કૉંગ્રેસ કમિટી ના અધ્‍યક્ષ શ્રીમતી સોનિયા ગાંધી જી ની સૂચના થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના જનરલ સેક્રેટરી તરીકે નિયુક્‍તિ પામેલા ઈકબાલભાઈ શેખ અગાઉ  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે સેવા ઓ બજાવી હતી ત્‍યારે બાદ  ૨૦૦૩ થી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે અવરીત સેવા ઓ બજાવે છે અને અગાઉ ઓલ ઇન્‍ડિયા વકફ બોર્ડ ના ડિરેકટર તરીકે પણ ખૂબ સરાહનીય કામગીરી બજાવી હતી  સિનિયર અનુભવી અને  આવડત ના કારણે ગુજરાત -દેશ કૉંગ્રેસ સમિતિ માં અતિ જરૂરી અને અસર કારક માર્ગદર્શન આપે છે ભૂતકાળ માં અને વર્તમાન કાળ માં ખંત ખુમારી અને ખેલદિલી પૂર્વ નોંધ પાત્ર કામગીરી કરી છે કરતા આવે છે.

ઈકબાલભાઈ શેખ રાજકીય સામાજિક અને કાનૂની ક્ષેત્રે માર્ગદર્શક આપવામાં આગવું અને મહત્‍વનું સ્‍થાન ધરાવે છે આ વરણીને ધારાસભ્‍ય ગયાસુદીન ભાઈ શેખ ધારાસભ્‍ય જાવેદબાપુ પીરજાદા  ધારાસભ્‍ય ઇમરાનભાઈ ખેડાવાળા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્‍ટના ચેરમેન વજીરખાંન પઠાણ. વાઇસ ચેરમેન નસીરખંભાઈ પઠાણ  વિગેરે મુસ્‍લિમ સમાજના આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(1:27 pm IST)