Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

લાઠીના ભુરખીયા ગામના મેહુલ પરમારનો ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.ર૬ : લાઠી તાલુકાના ભુરખીયાના મેહુલભાઇ હરખાભાઇ પરમાર અગમ્‍ય કારણોસર દામનગર આવતા રેલવે ફાટક ઉપર ટ્રેનહ ેઠળ પડતુ મુકતા ટ્રેનમાં કપાઇ જવાથી મૃત્‍યુ પામ્‍યાનું રાહુલભાઇ પરમારે દામનગર પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ઇજા

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામે ઘનશ્‍યામભાઇ ભકિતરામભાઇ વિષ્‍ણુગોર ઉ.વ.પર સસ્‍તા અનાજની દુકાન ચલાવતા હોય. તેજ ગામના ધર્મેશ બાવાભાઇ ખાટરીયા, દશેક દિવસ પહેલા સરકારી અનાજ ઉતારવા આવેલ ત્‍યારે બોલાચાલી થયેલ જે મનદુઃખ રાખી પાઇપ વડે માર મારી ઇજા કરી ધમકી આપ્‍યાની બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આગ

બગસરાના સમઢીયાળા સીમમાં ટ્રક નં.જી.જે.૦૩. બી.ટી. પ૮૮૮ નીખીલભાઇ રજનીભાઇ ગાગીયા ગોંડલથી ઉના જતા હતા. ત્‍યારે બગસરા હામાપુર હાઇવે રોડ ઉપર ટ્રકના ટાયરમાં આગ લાગતા ૧૦ ટાયર કમાન સહિત સ્‍પેર પાર્ટ ટ્રક સહિત સળગી જતા રૂા.૬,૧૬,૦૦૦નું નુકસાન થયાનું બગસરા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

ઇજા

લાઠી તાલુકાના ચાવંડ ઢસા હાઇવે રોડ પાણીના સંપ પાસે ચાવંડ ગામના ભાવનાબેન રમેશભાઇ તલસાણીયા ઉ.વ.૪પને અલટીંગા ફોર વ્‍હીલ એમ.એસ.૪૭. બી.બી.૦૬૬૭ના ચાલકે પુરઝડપે અને બે ફીકરાઇથી ચલાવી હડફેટે લઇ જમણા પગમાં ફેકચર કરી કમરમાં ઇજા પહોંચાડી ગાડી મુકી ચાલક નાશી ગયાની લાઠી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:28 pm IST)