Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જમનાવડ ગામના આહીર યુવાન ઉદય કાતરીયાનું અવસાનઃ ચક્ષુદાન

ધોરાજીઃ તાલુકાના જમનાવડ ગામના આહીર યુવાન ઉદય લાલજીભાઈ કાતરીયા (ઉ. વ.૩૭)નું દુઃખદ અવસાન થતા પરીવાર સહિત નાના એવા જમનાવડ ગામમાં શોક છવાયો હતો યુવાન ઉદય ની ડેડ બોડીને ધોરાજીની સીવીલ હોસ્‍પિટલમાં પી.એમ. માટે લાવવામાં આવી હતી અને સ્‍વ. ઉદયનાં ચક્ષુઓનું દાન કરવાનો પરીવારજનોએ નિર્ણય કર્યો અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્‍દ્ર બાબરીયા સાગર સોલંકીને જાણ કરવામાં આવતા  ડોકટર જયેશભાઈ વસેટીયન, ડો. રાજ બેરા, ડો. અંકીતાબેન પરમાર સહિતના મેડિકલ સ્‍ટાફ દ્વારા ચક્ષુઓ લેવાયા હતા અને સ્‍વ. ઉદયનાં પિતાજી લાલજીભાઈ કાતરીયા, જયેશભાઈ કાતરીયા, હિતેન્‍દ્રભાઈ કાતરીયા, સુરેશભાઈ કાતરીયા, રાજુભાઈ કાતરીયા, વિનુભાઈ કાતરીયા, જયન્‍તીભાઈ કાતરીયા, રવજીભાઇ કાતરીયા, અરવિંદભાઈ વાઘમશી, એનડી પરડવા સહિતના અગ્રણીઓની હાજરીમાં ચક્ષુદાન કરાયું હતું અને ચક્ષુઓ માનવસેવા યુવક મંડળને સોંપ્‍યા હતા અને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્‍દ્ર બાબરીયા સાગર સોલંકી દ્વારા રાજકોટની સરકારી જી. ટી. શેઠ આંખની હોસ્‍પિટલ ખાતે ચક્ષુઓ પહોંચાડાયા હતા યુવાન દિકરાનાં દુઃખદ અવસાનમાં પણ માનવસેવાને મહત્‍વ આપી કાતરીયા પરીવારે સ્‍વ. ઉદયનાં ચક્ષુનું દાન કરી ‘ચક્ષુદાન મહાદાન'સુત્રને સાર્થક કરી  માનવસેવાનુ ઉતમ ઉદાહરણ પૂરું પાડ્‍યું છે કાતરીયા પરીવારની ચક્ષુદાનની સેવાને માનવસેવા યુવક મંડળનાં ધર્મેન્‍દ્ર બાબરીયા અને ભોલાભાઈ સોલંકી સરાહના સાથે યુવાનના અવસાનનું દુઃખ વ્‍યક્‍ત કર્યું હતું અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

 

(11:49 am IST)